Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગળતેશ્વરના અંગાડીના પુલ ઉપર ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત :મહિલાનું મોત

સણસોલી પાસે ઝેરના મુવાડા ગામે બેસણામાં જઈ અલીણા તરફ પરત ફરતી વેળાએ વીણાબેન ચૌહાણનું અકસ્માતમાં મોત

 

ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામના પુલ ઉપર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. મૃતક વીણાબેન ઉદેસિંહ ચૌહાણ (ઉં..૩૫) પોતાના પરિવારના સભ્યો સાથે એક સગાને ત્યાં સણસોલી ગામ પાસે ઝેરના મુવાડા ગામે બેસણામાં જઈ પોતાના ગામ અલીણા તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની રિક્ષા ટ્રકના આગળના ટાયર નીચે આવી જતા દુર્ઘટના થઈ હતી.ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા મહિલા વીણાબેન ચૌહાણના શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અને ઘટના સ્થળે તેમનું મોત થયું હતું.

અકસ્માત થતા ટ્રક ડ્રાઈવર ઈલિયાસ પટેલ (રહે.ગોધરા) ગાડી લઈ ભાગવાની કોશિષ કરતા ગામલોકોએ તેનો પીછો કર્યો હતો. જેથી ટ્રક ડ્રાઈવર ઈલિયાસે અંગાડી - પહાડિયા પાસે જઈ ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. મૃતક મહિલાને સંતાનોમાં એક પુત્ર અને પુત્રી છે. મૃતક મહિલાનો મૃતદેહ પીએમ માટે સેવાલિયા મોકલી અપાયો હતો. પોલીસે અકસ્માત મોત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:30 pm IST)