Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ડીસાના ભોયણ નજીક લકઝરી બસ સાફ કરતી વેળાએ કરંટ લાગતા કંડકટરનું મોત

બસની ઉપર ચડીને સાફ કરતી વેળાએ વીજવાયર અડી જતા લાગ્યો કરંટ

ડીસાના ભોયણ ગામ પાસે ખાનગી લક્ઝરી બસ સાફ કરવા બસની ઉપર ચડેલા યુવાનને વીજ લાઈનનો વાયર અડી જતા કરંટ લાગી જતા તેનું ઘટના સ્થળે કરૃણ મોત નીપજ્યું હતું.

   બનાવની મળતી વિગત મુજબ ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે માન ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસ ઉભી હતી. અને તેમાં કંડક્ટર તરીકે નોકરી કરતો યુનીસભાઈ રહેમુભાઈ બીલીમ (ઉં.૩ર રહે.કાકોશી) વાળો સોમવારે સવારે લકઝરી બસ સાફ કરતો હતો. અને બસના ઉપરના ભાગે સાફ કરવા ચડયો હતો. ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈનનો વાયર તેને અડી જતા કરંટ લાગતા ગંભીર રીતે દાઝી જતા તેનું ઘટના સ્થળે કરૃણ મોત નીપજ્યું હતું.

   ઘટનાની જાણ થતા તાલુકા પીઆઈ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. જ્યારે મામલે ડીસાના સેવાભાવી મનુભાઈ આસ્નાની પણ સ્થળ પર દોડી ગયા હતા. અને યુવકના મૃતદેહને લઈ પીએમ માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(9:33 am IST)