Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ખેડૂતો માટે ખેતઓજારોની સહાય યોજના ચાલુ : ઓનલાઇન અરજી કરીને મેળવી શકાશે લાભ

સહાય યોજનામાં અનેક ઓજારોની યાદી ;કેવી રીતે કરવી ઓનલાઇન અરજી વાંચો ફટાફટ

અમદાવાદ ;રાજ્યમાં ખેડૂતો માટે ખેતઓજારોની સહાય યોજના ચાલુ થઇ છે ગુજરાતમાં ખેડૂતો માટે અવનવી યોજનાઅો હાલમાં અમલમાં મૂકાયેલી છે. અા યોજનાઅોનો લાભ લેવા માટે ખેડૂતોઅે અોનલાઇન અાઇ ખેડૂત નામની વેબસાઈટમાં અરજી કરવાની હોય છે. જેમાં અરજી કરી ખેડૂતો અોનલાઇન સહાયનો લાભ મેળવી શકે છે. અેપ્રિલમાં ખેડૂતો માટે ખેતઅોજારો માટે સહાયની યોજના ચાલું છે. ખેડૂતો માટે ખેતઅોજાર અે અતિ જરૂરી છે. અા સહાયનો લાભ લેવા માટે ખેડૂતોઅે અોનલાઇન અરજી કરી લાભ મેળી લેવો જોઇઅે. ખેડૂતોઅે અા લીન્ક પર અોનલાઇન અરજી કરવાની જરૂર છે. https://www.ikhedut.gujarat.gov.in/

 

ખેતીવાડી ની યોજનાઓ તા.1.4.2018 થી  30.4.2018 સુધી ચાલુ છે

અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી

એમ. બી. પ્લાઉ (મીકેનીકલ રીવર્સીબ

એમ.બી. પ્લાઉ

એમ.બી. પ્લાઉ (હાયડ્રોલીક રીવર્સીબલ)

ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ

ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર

ઓટોમેટીક સીડ ડ્રીલ

કલ્ટીવેટર

ક્લીનર કમ ગ્રેડર

ખુલ્લી પાઇપલાઇન

ગ્રાઉન્ડનટ ડીગર

ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)

ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)

ચીઝલ પ્લાઉ

ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ

ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર

ઝીરો ટીલ સીડ ડ્રીલ

ટ્રેકટર

ડીસ્ક પ્લાઉ

ડીસ્ક હેરો

તાડપત્રી

પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)

પમ્પ સેટ્સ

પ્રોસેસીંગ યૂનિટ

પ્લાઉ

પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત

પાવર ટીલર

પાવર થ્રેસર

પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)

પોટેટો ડીગર

પોટેટો પ્લાન્ટર

પોસ્ટ હોલ ડીગર

ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર

ફરો ઓપનર

બંડ ફોર્મર

બ્રસ કટર

બ્લેડ હેરો

બેલર (ટ્રેકટર સંચાલિત

મલ્ટી ક્રોપ પ્લાન્ટર

મોબાઇલ શ્રેડર

રેઇઝડ બેડ પ્લાન્ટર

રેઝ & ફરો પ્લાન્ટર

રીઝર

રીપર (ટ્રેક્ટર ફ્રંટ માઉંટેડ)

રીપર (સેલ્ફ પ્રોપેલ્ડ)

 રીપર કમ બાઇંડર

રોટરી પ્લાઉ

રોટરી ડીસ્ક હેરો

રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)

રોટરી પાવર હેરો

રોટાવેટર

લેન્ડ લેવલર

લેસર લેન્ડ લેવલર

વિનોવીંગ ફેન

શ્રેડર

સ્ટબલ સેવર

સબસોઈલર

સ્લેશર

હેન્ડ ટૂલ્સ કિટ

હેરો (રાપ)

–  અરજી કરવા શુ કરવું?

તમારા/બાજુના ગામના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને ઓનલાઈન અરજી કરાવવી.

અરજી સાથે જોડવાના પુરાવા

() / નવો ઓરીજનલ

() બેક પાસબુકની ઝેરોક્ષ

() આધાર કાડૅની ઝેરોક્ષ

() જાતિના દાખલની ઝેરોક્ષ(ફક્ત અનુસુચિત જાતિના ખેડુત માટે)

આટલા પુરાવા જોડીને અરજીમા સહી કે અંગૂઠો કરીને અરજી ગ્રામસેવકને આપવી.

અરજીમાં જમણી બાજુ ખેડુતના નામની નીચે ખેડૂતનો રેગ્યુલર ચાલુ મોબાઈલ નંબર સ્પષ્ટ રીતે અવશ્ય લખવો.

માંગ્યા મુજબના તમામ પુરાવા ફરજીયાત જોડવાના રહેશે અન્યથા અરજી નામંજૂર ગણાશે

અરજી મંજૂર થયા બાદ જે તે સાધન માન્ય કંપની-ડીલર પાસેથી ખરીદવાનુંરહેશે.

ઓનલાઇન અરજી કયૉ બાદ દિવસ- સુધીમા અરજી પૂરાવા સાથે ગ્રામ સેવકને જમા કરાવવાની રહેશે

અગાઉ જે ખેડૂતોએ જે તે સાધન મા સબસિડીનો લાભ લીધો હોય તેમણે અરજી કરવી નહી અન્યથા કમ્પ્યુટરમાં અરજી આપો આપ રદ થઈ જશે

જે ખેડૂત ખરેખર જે તે સાધન લેવા માંગતા હોય તેમણે અરજી કરવી

(9:33 am IST)