Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મોડાસામાં હિનકૃત્ય :બાબાસાહેબની પ્રતિમાના ચશ્માં ગાયબ :દલિતોમાં રોષ

રેલી પૂર્વે આગેવાનો બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા ગયા ત્યારે ચશ્મા વિહોણી પ્રતિમા જોતા અવાચક

 

મોડાસા :મોડાસામાં સર્વોદયનગર વિસ્તારમાં આવેલી ડો.બાબા સાહેબની પ્રતિમાના કોઈક ચશ્મા કાઢી જતાં લોકોમાં આક્રોશ ઉભો થયો છે. મોડાસામાં રેલી અગાઉ દલિત આગેવાનો બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા ગયા ત્યારે પ્રતિમાના ચશ્મા ગાયબ જણાયા હતા.

  મોડાસા ખાતે સર્વોદયનગરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવામાં આવેલી છે. સોમવારના રોજ ભારત બંધના એલાને પગલે મોડાસામાં પણ રેલી કાઢી બંધ પડાવવા દલિત સમાજના આગેવાનો એકઠા થયા હતા. જો કે રેલી પૂર્વે આગેવાનો બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા ગયા હતા. જ્યાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબની પ્રતિમાને જોઈ આવાક બની ગયા હતા. કારણ કે પ્રતિમાના ચશ્મા ગાયબ જોવા મળ્યા હતા. એક તરફ એટ્રોસીટી એક્ટમાં સુધારાને પગલે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે બાબા સાહેબની પ્રતિમાની ગરીમા જળવાતી જોઈ દલિતોની લાગણી દુભાઈ હતી.

  અંગે દલિત આગેવાનોએ જણાવ્યુ હતુ કે,એક તરફ બંધારણ ઉપર તરાપ મારવામાં આવી રહી છે. બીજી બાજુ બંધારણના ઘડવૈયાની પ્રતિમાની પણ ગરીમા જળવાતી નથી. પુષ્પાંજલિ દરમિયાન સામે આવેલ ઘટનાથી દલિતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. મામલે મોડાસા નગરપાલિકામાં જાણ પણ કરવામાં આવી હતી.

(12:05 am IST)