Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ઉચ્છલ-નિઝર રોડ ઉભેલા ડમ્પર પાછળ બાઈક અથડાતા બે યુવાનોના મોત:એક ગંભીર:ધજ ગામની સીમ પાસે અકસ્માત

રેડિયમ કે રિફ્લેક્ટર લગાડેલા ન હોવાથી અંધારામાં ડમ્પરને જોઇ ન શકાતા મોટરસાઇકલ અથડાયું

 

ઉચ્છલ-નિઝર રોડ ઉપર ધજ ગામની સીમપાસે ઉભેલા ડમ્પર સાથે બાઈક અથડાતા બે યુવાનોના મોત નિપજ્યા છે જયારે એક યુવાનની હાલત ગંભીર જણાવાઈ રહી છે રોડ ઉપર કોઇપણ આડશ કે રેડિયમ-રિફલેકટર લગાડયા વિના ઊભા રાખેલા ડમ્પરના પાછળના ભાગે મોટરસાઇકલ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો

  પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાની રોયલપાર્ક સોસાયટીમાં રહેતા કરણસિંહ રમેશસિંહ ઝાલા (ઉં.. 24) તથા તેમના બે મિત્રો ગોવિંદભાઇ કનુજીભાઇ ઠાકુર, મયૂરભાઇ ગોપાલભાઇ બરલે મળી ત્રણેય શખ્સો ડ્રીમ યોગા હેન્ડા મોટરસાઇકલ (નં.જીજે.18.સીએન.1494) લઇને ઉચ્છલ-નિઝર રોડ ઉપર ધજ ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન રાત્રિના 11:30ના અરસામાં રોડની સાઇડ ઉપર થોભાવેલા ડમ્પર (નં.જીજે.19.વી.4424)ના પાછળના ભાગે મોટરસાઇકલ ભટકાઇ હતી. કોઇક યાંત્રિક ખામીને લીધે રોડ ઉપર ઊભા રાખેલા ડમ્પરની આસપાસ આડશ મૂકતા તેમજ કોઇ રેડિયમ કે રિફ્લેક્ટર લગાડેલા હોવાથી અંધારામાં ડમ્પરને જોઇ શકાતા મોટરસાઇકલ ભટકાતા ગોઝારો અકસ્માત થયો હતો.

  અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક મયૂરભાઇ બરલે તથા તેમની પાછળ બેસેલા ગોવિંદભાઇ કનુજીભાઇ ઠાકરેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે કરણસિંહ ઝાલાને કપાળ પર ડાબી બાજુ તથા ડાબી આંખના ભાગે ગંભીર ઇજા થવાથી ગંભીર હાલતમાં વ્યારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ડમ્પરચાલક સામે ઇજાગ્રસ્તે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરતા વધુ તપાસ પો... બી.સી.સોલંકી કરી રહ્યા છે.

(12:25 am IST)