Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મહેસાણા-અમદાવાદ હાઇવે પર શિવાલા સર્કલે એસીબીનો સપાટો: લાંચ લેતા બે કોન્સ્ટેબલ સહીત ચાર ઝડપાયા

ટ્રક ચાલક પાસેથી ૧૦૦ની લાંચ લેતાં સીટી ટ્રાફિકના બે કોન્સ્ટેબલ સહિત ચાર ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર

 

મહેસાણા-અમદાવાદ હાઈવે પર બાયપાસ રોડ પરના શિવાલા સર્કલ નજીક ટ્રક સહિતના ખાનગી વાહનચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ કર્મીઓ સહિતના માણસો દ્વારા લાંચ પેટે રૃપિયા ઉઘરાવામાં આવતા હોવાની માહિતીને આધારે અમદાવાદ એસીબીની ટીમેં સપાટો બોલાવતા  ટ્રક ચાલક પાસેથી રૃપિયા ૧૦૦ની લાંચ લેતાં સીટી ટ્રાફિકના બે કોન્સ્ટેબલ સહિત ચાર જણને ઝડપી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.

  મહેસાણા-અમદાવાદ હાઈવે પર શહેરના બાયપાસ રોડ પર શિવાલા સર્કલ નજીક જિલ્લામાં આવતા જતા ટ્રક સહિતના વાહનચાલકો પાસેથી પોલીસ દ્વારા બનાવેલ ચોકીના ફરજ પરના પોલીસ કર્મીઓ લાંચ લેતાં હોવાની માહિતીને આધારે અમદાવાદ શહેર તથા ગાંધીનગર એકમ ટીમ ના અધિક નાયબ નિયામક જે.ડી.જાડેજા અને એસીબી ના પીઆઈ આર.ટી.ઉદાવત દ્વારા ડીકોયનું આયોજન કરીને શિવાલ સર્કલ પર ત્રાટકતા ફરિયાદી ટ્રક ચાલક પાસે લાંચની માગણી કરી રૃ.૧૦૦ની લાંચની રકમ સ્વીકારતાં મહેસાણા સીટી ટ્રાફિકના જયવીર બળદેવજી ઠાકોર અને સંજય માધુભાઈ ચૌધરી સહિતના ચાર વ્યક્તિઓને ઝડપી પાડયા હતા.

  એસીબીની ટીમે છટકું ગોઠવીને સવાર-સવારમાં મહેસાણાના બે પોલીસ કોન્સ્ટેબલોને ઝડપી પાડતા જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર સાથે હોબાળો મચી જવા પામ્યો હતો.
 
અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણાના બાયપાસ હાઈવે પર શિવાલા સર્કલ સહિત રાધનપુર રોડ ડીમાર્ટ નજીકના સર્કલ પર તેમજ ઊંઝા જતા બાયપાસ રોડના સર્કલ પર પોલીસ કર્મીઓ દ્વારા ઉઘરાણું કરાતું હોવાની બૂમો છેલ્લા કેટલાક સમયથી ઉઠવા પામી હતી.

  અમદાવાદ અને ગાંધીનગરની એસીબી ની ટીમ દ્વારા શહેરના શિવાલા સર્કલ નજીક છટકું ગોઠવીને બે પોલીસ કોન્સ્ટેબલ સહિત જે ચાર જણ ઝડપ્યા છે તેમાંથી યોગેશ પરમાર પાસેથી પપ૮૦ રૃ., ચતુરભાઈ જોડેથી પ૬૦ રૃ. અને કોન્સ્ટેબલ જયવીર ઠાકોર પાસેથી પ૧પપ મળી કુલ ૧૧ર૯પ રૃ. અંગ જડતી દરમિયાન એસીબી ને મળી આવ્યા હતા. રૃપિયા પણ લાંચ પેટે લીધેલા રૃપિયા હોવાનું હાલના તબક્કે અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

(12:26 am IST)