Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

અંકલેશ્વરના ખરોડ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ રૂ,3,38 લાખનો દારૂનો જથ્થો જપ્ત : આરોપીની શોધખોળ

ટ્રકનાં નંબરને આધારે આરોપીઓ સુધી પહોંચવાની કવાયત

 

અંકલેશ્વરનાં ખરોડ નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ છે ભરૂચ એલસીબી પોલીસે ટ્રકની તલાશી લઈને તેમાંથી 3.38 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.

  ભરૂચ એલસીબી પોલીસ અંકલેશ્વર ખાતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ખરોડ પાસે એક ટ્રકમાં વિદેશી દારૂ ભરેલો છે, જે બાબતે પોલીસ દ્વારા તપાસ કરતા બાતમી વાળી ટ્રક ખરોડ થી આગળ રોડની બાજુએ ઉભેલી મળી આવી હતી.

   એલસીબી પોલીસે ટ્રકમાં પાછળનાં ભાગે તપાસ કરતા ટ્રક ખાલી હોવાનું માલુમ પડયુ હતુ. પરંતુ ઝીણવટભરી તલાસી લેતા એલસીબી પોલીસને કેબિનનાં પાછલા ભાગે ચોરખાનું મળી આવ્યુ હતુ, જેમાં પતરૂ ખસેડી જોતા અંદર થી 80 વિદેશી દારૂ અને બિયરનાં કાર્ટૂન મળી આવ્યા હતા, જેમાં કુલ બોટલ 2880 નંગ જેની કિંમત રૂ 3,38,400 અને ટ્રકની કિંમત 5 લાખ રૂપિયા મળીને કુલ રૂપિયા 8,38,400નો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

  એલસીબી પોલીસે વિદેશી દારૂની ટ્રક જપ્ત કરીને ટ્રકનાં નંબરને આધારે આરોપીઓ સુધી પહોંચવાની કવાયત પણ શરુ કરી હતી.

 

(12:29 am IST)