Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ભરૂચના અંગારેશ્વરમાં પમ્પહાઉસથી જમીનમાં ધોવાણ : નુકશાન સહિતના પ્રશ્ને ગ્રામજનોએ રામધૂન બોલાવી

ગ્રામજનોએ જીલ્લા કલેકટર કચેરીએ રામધુન બોલાવી પ્રતિક ધરણા કરી આક્રોશ ઠાલવ્યો

ભરૂચના અંગારેશ્વર ગામે જી એન એફ સી કંપનીના પંપહાઉસથી જમીન ધોવાણ તથા લેન્ડલૂઝર્સની નોકરી અનુસૂચિત જાતિ જનજાતિની મિલ્કતોને થયેલા નુકશાન સહીતના મુદ્દે પ્રતીક ધરણા ના કાર્યક્રમને મંજુરી નહીં અપાતા ગ્રામજનોએ રામધુન બોલાવી કલેકટર કચેરીએ પ્રતીક ધરણા કરી આક્રોશ ઠાલવ્યો હતો.

   ભરૂચ જીલ્લા ના અંગારેશ્વર ગ્રામ પંચાયત સભામાં ગામના સળગતા પ્રશ્ર્નો જી એન એફ સી કંપની પંપ હાઉસ તથા જમીન ધોવાણ.લેન્ડ લૂઝર્સને નોકરી અનુસૂચિત જાતિ જનજાતિ તેમજ ઓબીસી સમાજ ની મિલ્કતો જેમાં સ્નાનઘાટ, મંદિરો, આશ્રમો, આદિવાસી હરિજન સ્મસાનો તેમજ પર્યાવરણને થતા નુકશાન અંગે કંપની તેમજ વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સમસ્યાઓ ના નિવારણ માટે અસર ગ્રસ્તો. પીડિતોની સાથે ગ્રામ પંચાયતના હોદેદારો દ્વારા ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતીક ધરણા ૭૨ કલાક માટે પરવાનગી માંગેલ હતી જોકે પ્રાંત અધિકારી દ્વારા મંજૂરી અપાતા રોષે ભરાયેલ ગ્રામજનોએ જીલ્લા કલેકટર કચેરી ખાતે રામધુન બોલાવી પ્રતિક ધરણા કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

 

(1:02 am IST)