Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

શિક્ષક મન બનાવે તો મારી કેરિયરમાં ગુણોત્સવ યોજાવા નહિ પડે;શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

નિયત કક્ષા પ્રમાણે બાળકોને લેખન-વાંચન કરતા આવડતું નહિ હોય તો શિક્ષકોને પણ સજા મળશે

 

ગાંધીનગર:રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ૧૦ ટકા મહેનત કરવાનું જણાવતા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી એક વર્ષમાં રાજ્યની એકપણ સરકારી પ્રાથમિક શાળા અથવા -પ્લસ ગ્રેડ સિવાયની ના હોય તે માટે પ્રાથમિક શિક્ષકોને હાકલ કરી છે.

 ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે યોજાયેલી ચિંતન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષમાં માત્ર શાળાઓમાંથી ૨૧૦૦ શાળાઓ ગ્રેડમાં આવી હોય તેમજ બી ગ્રેડની ૧૭૦૦૦ શાળાઓ માત્ર ૩૦૦ થઇ ગઈ છે. ત્યારે આગામી એક વર્ષમાં રાજ્યની તમામ શાળાઓ અને -પ્લસ ગ્રેડમાં હોય તે અશક્ય નથી. માટે તમામ શિક્ષકોને મન બનાવી માત્ર ૧૦ ટકા મહેનત કરવાનું જણાવતા ચુડાસ્માએ ચેતવણી ઉચ્ચારી હતી કે,જો નિયત કક્ષા પ્રમાણે બાળકોને લેખન-વાંચન કરતા આવડતું નહિ હોય તો,તેમાં કોઈ સમાધાન વિના શિક્ષકોને પણ સજા મળશે ... ખાનગી શાળાઓનું બાળક તૈયાર વાતાવરણમાંથી આવતું હોવા સાથે પ્રજામાં સરકારી શાળાઓ માટે રહેલી ગેરમાન્યતાઓને ભુસવી પડશે.તેમાં સરકારી શાળાઓમાં બાળકને લેવલ કરતા નીચું ભણાવતા હોવા અંગે વ્યથા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે,ખાનગી કરતા સરકારી શાળાઓમાં પગાર અને સુવિધાઓ વધારે મળે છે ત્યારે જો બાળક માટે દરેક શિક્ષક મન બનાવે તો, મારી શિક્ષણ મંત્રી તરીકેની કેરિયરમાં ગુણોત્સવ યોજવા નહી પડે.

    પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું હતું કે,,બી અને સી ગ્રેડમાં બાળકોને વહેંચવાનું છોડી જો શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે તો ગુણોત્સવ યોજવાની જરૂર પડશે નહિ. બીએસએફમાં ફરજ બજાવત તેમના પતિ કહે છે કે અમારી પાસે તો માર્યાદિત ફોજ છે.જયારે શિક્ષકોની બે લાખ ફોજમાં યુવા વર્ગ પણ છે.ત્યારે શિક્ષકોએ વિડીયો અને આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપવા માટે પહેલ કરવી જોઈએ.તેમણે જણાવ્યું હતું કે,બાળકો ઉપર કોઈ ભારણ નાખ્યા વિના રમત અને ગમ્મત સાથે શીખવાડી બાળકો વચ્ચે કોઈ મુલુયાકન કે સરખામણી કરવી ના જોઈએ. પ્રસંગે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કરતા તેમની પડતર માંગણીઓ અંગે પણ રજૂઆત કરી હતી. ચિંતન શિબિરમાં અધ્યતન ટેકનોલોજી અને સ્વનિર્ભર શાળાઓના પ્રભાવ ઘટાડવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

(1:03 am IST)