Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સોહરાબુદીન શેખ અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસની મુંબઈ કોર્ટમાં સુનાવણી :હવે ફોટોગ્રાફરની જુબાની લેવાશે

 

અમદાવાદ: ગુજરાત બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તેના સાથી તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટર કેસની સુનવણી મુંબઈ કોર્ટમાં ચાલી રહી છે.સુપ્રીમ કોર્ટના આદેશથી હાલમાં મુંબઈ કોર્ટમાં કેસની સુનવણી ચાલી રહી છે.

કેસમાં હમણાં સુધી પચાસ કરતા વધુ સાક્ષીઓ જુબાની આપી ચુક્યા હતા જેમાંથી 44 સાક્ષીઓ પોતાના નિવેદનથી ફરી ગયા છે. હવે કોર્ટ તુલસી પ્રજાપતિની હત્યા ક્યા અને કોણે કરી તે મામલે તપાસ કરનાર એજન્સી સીબીઆઈ અને તેના સાક્ષીઓને સાંભળશે. સોમવારના રોજ કોર્ટ તુલસીને નજરે જોનાર મહારાષ્ટ્રના સાક્ષી આપટે પરિવારની જુબાની વખતે તેમની વીડોયોગ્રાફી કરનાર પંચ અને વીડિયોગ્રાફરની જુબાની નોંધશે. અગાઉ આપટે પરિવારે સીબીઆઈને જણાવ્યુ હતું કે તેમણે બસમાંથી સોહરાબ, તુલસી અને કૌશરને પોલીસ દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા. જો કે બાદમાં તેઓ પોતાના નિવેદનથી કોર્ટમાં ફરી ગયા હતા.

જો કે જ્યારે સીબીઆઈએ મૃતકના ફોટા બતાડી આપટે પરિવારની પૂછપરછ કરી ત્યારે તે ઘટનાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આપટે પરિવાર પોતાના નિવેદનથી ફરી જતા હવે તેમની વીડિયોગ્રાફી કરનાર ફોટોગ્રાફરની જુબાની લેવામાં આવશે. મંગળવારના રોજ કેસનો મહત્વનો દિવસ સાબીત થશે કારણ રાજસ્થાન પોલીસના સિનિયર અધિકારીઓને જુબાની આપવા માટે કોર્ટ સામે હાજર રહેવાનું છે. અગાઉ પોલીસ અધિકારીઓ સીબીઆઈને જુબાની આપી ચુક્યા છે. ઉપરાંત સીઆરપીસી 164 પ્રમાણે તેમણે કોર્ટમાં પણ જુબાની આપેલી છે. તેથી હવે તેઓ પોતાના અગાઉના નિવેદન ઉપર વળગી રહે છે કે નિવેદન ફેરલી તોળે છે તે જોવાનું રહ્યુ.

(1:05 am IST)