Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

બસ ડેપો કે પોલીસ સ્ટેશનમાં જ નાઈટ હોલ્ટ કરવા આદેશ

આંદોલનમાં બસને નિશાન બનાવતા એસટી વિભાગ દ્વારા ડ્રાયવર-કંડકટરને સૂચના અપાઈ

અમદાવાદ :રાજ્યમાં દલિત આંદોલન દરમિયાન એસટી બસોને નિશાન બનાવતા અને એસટીની બસમાં આગજની તેમજ પથ્થરમારા જેવા બનાવો બનતા રાજ્યના એસટી વિભાગ દ્વારા તમામ એસટી બસ ડ્રાઈવર અને કંડક્ટરોને સુચના આપવામાં આવી છે કે જેઓ જ્યાં પણ નાઈટ હોલ્ડ કરવાના હોય ત્યાં આસપાસના બસ ડેપો કે નજીકના પોલીસ સ્ટેશન પર નાઈટ હોલ્ડ કરવામાં આવે. તેમજ તમામ બસ સ્ટેન્ડ પર ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને રાત્રિ દરમિયાન કોઈ તોફાની તત્વો એસટી બસને નુકશાન પહોંચાડે નહીં. તેમજ ડ્રાઈવરો અને કંડક્ટરોને પણ સુચના આપવામાં આવી છે કે બસ રેઢી મુકીને ક્યાંય પણ જાય નહીં.

(1:08 am IST)