Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

નેશનલ મેડિકલ કમિશન બીલ ૨૦૧૭ના વિરોધમાં વડોદરામાં તબીબોની હડતાલઃ રેલી-આવેદન

વડોદરાઃ વડોદરા શહેરમાં આજે તબીબો દ્વારા નેશનલ મેડિકલ કમિશન બીલ 2017ના વિરોધમાં રેલી યોજી અને જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જેમાં વિવિધ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ તબીબો જોડાયા હતા.

નેશનલ મેડિકલ કમિશન બિલ 2017નો જો અમલ થાય તો આયુર્વેદિકના ડોકટર એલોપેથીની સારવાર કરી શકશે. ખરેખર કાયદામાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી. તેમ છતાંય સરકાર તેને અમલમાં લેવાની તૈયારી કરી રહી છે. ઉપરાંત હાલ મેનેજમેન્ટ ક્વોટા 15 ટકા છે જ્યારે સરકારી ક્વોટા 85 ટકા છે. પણ જો આ બીલને મંજૂરી મળી તો મેનેજમેન્ટ ક્વોટા 50ટકા અને સરકારી ક્વોટા 50ટકા થઇ જશે. આવા સમયે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ વધુ ખર્ચાળ થાય તેમ લાગી રહ્યું છે. આવી અનેક બાબતોના વિરોધમાં આજે તબીબો એ રેલી યોજી અને એન.એમ.સી બીલ નો વિરોધ કરી એક દિવસીય હડતાલ યોજી અને જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

(9:36 am IST)