Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ધનસુરાના રમોસ ગામમાં પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળને બોર્ડરવિંગના જવાને મોત મીઠુ કર્યું

ધનસુરાઃ ધનસુરાના રમોસના અલ્પેશ ડાહ્યાભાઈ સુથાર બોર્ડરવિંગમાં નોકરી કરતા હતા પરંતુ પગે ઈજા થતાં વતન રમોસમાં સુથારી કામ કરતા હતા પરંતુ તેમની પત્નિ સાબરકાંઠા બેન્કમાં ફરજ બજાવતા રાકેશ અમૃતભાઈ પટેલ(રહે.ડુગરવાડા) વચ્ચે પ્રેમ પાંગરતાં પત્નિ અને પ્રેમીના ત્રાસથી ગત તા.ર૯ના રોજ સ્યુસાઈડ નોટ લખી, ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

બનાવ અંગે ધનસુરા પોલીસે ૬ આરોપીઓ વિરૃદ્ધ ગુનો નોંધી ૩ આરોપી નિમિષાબેન અલ્પેશભાઈ સુથાર, રમેશ શંકરલાલ સુથાર, ગોપાલ રમેશભાઈ સુથારની અટકાયત કરી સબજેલમાં ધકેલી દીધા છે પરંતુ પત્નિનો પ્રેમી રાકેશ પટેલના ત્રાસના કારણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે છતાં પોલીસ રાકેશ પટેલ ઉપરાંત ફાલ્ગુન રમેશકુમાર સુથાર અને જ્યંત ગોવિંદલાલ સુથારને આજદિન સુધી ન પડકતાં ધનસુરા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. આમ તો પોલીસ ગમે તેવા આરોપીને ગણતરીના કલાકોને શોધી રીમાન્ડ મેળવતી હોય છે પરંતુ સદર કેસમાં ૬ આરોપીઓ પૈકી ૩ ની ઘરપકડમાં ભેદભાવ રાખવાનું કારણ શું હોઈ શકે..??

(7:55 pm IST)