Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

અમદાવાદમાં માલ-સામાનની ઝડપી હેરાફેરી માટે રૂપિયા ૩પ૦ કરોડના ખર્ચે મલ્‍ટીમોડેલ લોજિસ્ટિક પાર્કનું નિર્માણ કરવા વિચારણા

અમદાવાદઃ રેલવે દ્વારા માલસામાનની ઝડપી હેરાફેરી માટે અમદાવાદમાં મલ્‍ટીમોડેલ કક્ષાના ૩પ૦ કરોડના ખર્ચે લોજિસ્‍ટ્કિ પાર્કનું નિર્માણ કરવા વિચારણા થઇ રહી છે.

ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર કોર્પોરેશન (DFCCIL) લિમિટેડ દ્વારા શહેરના ગોધાવી વિસ્તાર નજીક રુ. 350 કરોડના ખર્ચે વિશાળ લોજિસ્ટિક ડેપો બનાવવા વિચારણા ચાલી રહી છે.

DFCCILના અધિકારીઓએ કહ્યું કે, અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીએ પહેલાથી જ ગોધાવી નજીક 200 હેક્ટર જમીન રીઝર્વ કરી રાખી છે. પ્રોજેક્ટ અંગે અધિકારીઓએ જણાવ્યું કે આ લોકેશન સ્ટ્રેટેજિકલી પણ ખૂબ મહત્વપૂર્ણ છે. કેમ અહીંથી રાજ્યનું ઓટોમોબાઇલ હબ સાણંદ ઘણું નજીક થાય છે.

જ્યારે આ વિસ્તાર દેત્રોજની નજીક છે જ્યાં મારુતીએ પોતાની કાર્સના લોડિંગ માટે ફેસેલિટી સ્થાપી છે. આ લોજિસ્ટિક પાર્ક દ્વારા ચાર જુદી જુદી કામગીરી માલસામાન ભેગો કરવો અને ડિસ્ટ્રિબ્યુટ કરવો, માલસામાનની હેરફેર માટે એકથી વધુ પ્રકારની સુવિધા, દેરેક પ્રકારના માલસામાન માટે જરુરિતાય મુજબનું આધુનિક ટેક્નોલોજી યુક્ત વેરહાઉસની સુવિધા તેમજ કસ્ટમ ક્લિયરન્સ જેવી વેલ્યુ એડેડ સર્વિસિઝના કારણે માલસામાનની હેરફેરના ખર્ચમાં ઘટાડો થશે.

મલ્ટિ મોડેલ લોજિસ્ટિક પાર્કનું રેલવે અને રોડ ટ્રાન્સપોર્ટ સાથે જોડાણ હશે અને કસ્ટમ ક્લિયરન્સ માટે ઇન્પાર્ક સુવિધા જ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત 24 કલાક માલાસામાનના લોડિંગ અને બોર્ડિંગ માટે તેમજ કસ્ટમ ક્લિયરન્સ માટે સિંગલ વિંડો સિસ્ટમ હશે. લોજિસ્ટિક પાર્ક રાજ્યના અન્ય શહેરો અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગ સુધીની કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે. આ ઉપરાંત પાર્કને રોડ દ્વારા નેશનલ હાઈવે-8 સાથે પણ ડાઇરેક્ટ કનેક્ટિવિટી હશે અને વડોદરા સુધી એક્સપ્રેસ વે જે હવે મુંબઈ સુધી લંબાવાઈ રહ્યો છે તેની પણ કનેક્ટિવિટી મળશે.

અધિકારીઓએ કહ્યું કે, ‘આ લોજિસ્ટિક પાર્ક ફાર્માસ્યુટિકલ, ડ્રગ એન્ડ કેમિકલ, કોટન, ટેક્સટાઇલ, એપેરલ, કંટેઇનર્સ, મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, એડિબલ ઓઇલ, સોલ્ટ, ઓટોમોબાઇલ્સ અને સ્ક્રેપ જેવી ઇન્ડસ્ટ્રીને પોતાની સેવા આપશે.

'અમે હાલ મલ્ટિમોડેલ લોજિસ્ટિક પાર્ક માટે ફાઇનાન્સ અંગે ગુજરાત સરકાર સાથે વાતચિત કરી રહ્યા છીએ. જેથી એક મજબૂત અને લાંબાગાળા માટે ફાઇનાન્સિયલ મોડેલ તૈયાર કરી શકાય. પાર્ક માટે કુલ રુ.350 કરોડનું બજેટ એસ્ટિમેટ કરવામાં આવ્યું છે. પાર્કને પબ્લિક-પ્રાઇવેટ પાર્નટનશિપ દ્વારા પૂરો કરવામાં આવશે.

(7:51 pm IST)