Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

અમદાવાદ અને લખનૌ અેરપોર્ટ ઉપરથી કરોડો રૂપિયાના દાણચોરીનું સોનુ ઝડપાયુ

અમદાવાદઃ DRIએ ગોલ્ડ-સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. DRIએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.1.62 કરોડનું સોનું કબજે કર્યું છે. સોનું દુબઈથી લાવવામાં આવ્યું હતું.

મળતી વધુ વિગત મુજબ, સોનામાં તેજીને કારણે એની દાણચોરીમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. આજે DRIએ અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.1.62 કરોડનું સોનું જપ્ત કર્યું છે. સોનું દુબઈથી લાવવામાં આવ્યું હતું. અમદાવાદ, નાગપુર, મુંબઈ અને બેંગ્લોર એરપોર્ટ પર રેકેટ ચાલતું હતું. DRIએ અલગ અલગ શહેરોમાં ચાલી રહેલા ગોલ્ડ-સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે.

બીજી બાજુ, ઉત્તરપ્રદેશનના લખનઉ એરપોર્ટ પરથી પણ 6 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને 4ની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

(7:49 pm IST)