Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

દરરોજ ૪ રેપ, ૭ અપહરણ, ૩ હત્યા, ૨૦ આપઘાતના બનાવ

વિધાનસભામાં સરકારની કબૂલાતજ : વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ૧૯૮.૩૦ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

ગાંધીનગર,તા.૩ : હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે (ત્રીજી માર્ચ) નાણામંત્રી નીતિનભાઈ પટેલે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે અંદાજપત્ર રજૂ કર્યું છે. બજેટ ભાષણ પહેલા વિપક્ષના ધારાસભ્યો તરફથી સરકારના આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા. સરકારના મંત્રીઓ તરફથી તેના જવાબો આપવામાં આવ્યા હતા. આવા લેખિત જવાબમાં સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં દરરોજ બળાત્કારની ચારથી વધુ ઘટના બને છે. આ ઉપરાંત રાજ્યમાં દરરોજ અપહરણની સાતથી વધારે ઘટના બને છે. રાજ્યમાં દરરોજ આત્મહત્યાના ૨૦ બનાવ બને છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલા જવાબ પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં ૧૦ હજાર કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો પકડાયો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૯મા ૬,૫૦૦ કિલો ગૌમાંસ પકડાયું છે. આ અંગે કુલ ૨૭૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૦માં ૩ હજાર કિલોથી વધુ ગૌમાંસ પકડાયું છે. આ સંદર્ભે હજુ પણ ૮ આરોપીઓની ધરપકડ બાકી છે. દારૂબંધીના કડક કાયદાના દાવા વચ્ચે દારૂ અને માદક દ્રવ્યોની રેલમછેલ હોય તેવા આંકડા ખુદ સરકારે વિધાનસભામાં રજૂ કર્યાં છે.  વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં રૂ. ૧૯૮.૩૦ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. આ ઉપરાંત રૂ. ૩.૬૫ કરોડનો દેશી દારૂ અને કૂય ૩.૧૮ કરોડનો બિયરનો જથ્થો ઝડપાયો છે. રાજ્યમાં રૂ. ૬૮.૬૦ કરોડની કિંમતનો અફીણ, ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો ઝકડાયો છે. રાજ્યમાં ૬૭ દિવસના લૉકડાઉન છતાં ૨૦૧૯ કરતા ૨૦૨૦માં દારૂનો વધુ જથ્થો ઝડપાયો છે. કૉંસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્નમાં જવાબમાં મુખ્યમંત્રીએ લેખિતમાં આપ્યો જવાબ હતો કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત કરી નથી. કોરોના કાળ દરમિયાન માસ્ક ન પહેરવા બદલ રાજ્ય સરકારે અધધ દંડ વસૂલ કર્યો છે. અમદાવાદ અને ખેડા જિલ્લામાં બે વર્ષ સુધી માસ્ક ન પહેરનાર બદલ ઉઘરાવેલા દંડની વાત કરીઓ તો અમદાવાદ શહેરમાં ૨૬,૯૬,૧૭,૨૮૧ રૂપિયા દંડ વસૂલયો છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૧,૯૮,૪૮,૮૦૦ રૂપિયા દંડ વસૂલાયો છે. ખેડા જિલ્લામાં ૮,૭૭,૦૩,૬૦૦ રૂપિયા દંડ વસૂલાયો છે. સરકારે રજૂ કરેલા જવાબ પ્રમાણે અમદાવાદમા છેલ્લા બે વર્ષમાં હિટ એન્ડ રનના સેંકડો બનાવો નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં ૩૭૩ હિટ એન્ડ રનના બનાવો અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જેમાં ૨૧૭ લોકો મોતને ભેંટ્યા છે. રાજ્ય સરકારે હિટ એન્ડ રનના કેસમાં આરોપી ધરપકડ કરવામાં કે વાહન જપ્ત કરવામાં પણ નિષ્ફળ રહી છે.

(9:22 pm IST)
  • રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો : દિલ્હી સ્થિત રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં કોરોના વેકસીન લીધી : લોકોને ગભરાયા વગર વેકસીન લેવા અપીલ કરી : રાષ્ટ્રપતિ કોવિંદે દેશમાં સૌથી મોટુ ટીકાકરણ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા બદલ ડોકટરો, નર્સો, સ્વાસ્થ્ય કર્મીઓ, પ્રશાસકો વગેરેનો આભાર વ્યકત કર્યો : કપિલ દેવે પણ કોરોના વેકસીન લીધી : કોરોના વેકસીનના બીજા તબક્કામાં પૂર્વ ક્રિકેટર અને ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડકપ વિજેતાએ ખાનગી હોસ્પિટલ ફોર્ટીસ ખાતે આજે વેકસીન લીધી હતી access_time 5:08 pm IST

  • ઇરાકમાં વાયુસેનાના મથક પર રોકેટ હુમલામાં એક અમેરિકી કોન્ટ્રાક્ટરનું મોત : પેન્ટાગોને કહ્યું વાયુસેનાના મથક પર 10 રોકેટ છોડ્યા હતા :જાય અમેરિકી અને અન્ય ગઠબંધન સેનાના સૈનિકો તૈનાત હતા :ઠેકેદારને હુમલાથી બચવા દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને થોડીવારમાં તેનું મોત નીપજ્યું હતું access_time 12:41 am IST

  • સ્વિસ બેડમિંગટન ઓપનમાં પીવી સિંધુની શાનદાર શરૂઆત : પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી : પીવી સિંધુએ તુર્કીની ખેલાડીને 42મિનિટની રમતમાં 21-16, 21-19થી હરાવી પ્રથમ દૌરનો મુકાબલો જીત્યો access_time 12:30 am IST