Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ભાજપના વિકાસ-સુશાસનના એજન્ડાને પ્રજાનું સમર્થન : નરેન્દ્રભાઇ

નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની જીત ઉપર વડાપ્રધાનનું ટવીટ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ગુજરાતની સ્થાનીક ચુંટણીઓમાં ભાજપની જીત ઉપર ખુશી ટવીટ કરી વ્યકત કરેેલ. તેમણે જણાવેલ કે, ગુજરાતમાં નગરપાલીકા, તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણી પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાને દ્રઢતાપુર્વક સમર્થન કરે છે.

તે ભાજપ પ્રત્યે અવિરત શ્રધ્ધા અને સ્નેહ માટે ગુજરાતની જનતાને નમન. નરેન્દ્રભાઇ મુજબ શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતીથી આ સંદેશ આપ્યો છે. તે ગુજરાત સરકારના લોકભિમુખ તંત્રની પ્રશંસા કરે છે અને સાથે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નની પ્રશંસા કરે છે. ભાજપ ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીના સશકિતકરણ માટે હંમેશા કાર્યરત રહેશે.

(4:00 pm IST)