Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

બે વર્ષમાં હજારો કિલો ગૌમાંસ પકડાયું : ૧૩૨ આરોપીઓ વોન્‍ટેડ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૩ : રાજ્‍યમાં ગૌમાતા અને ગૌવંશના જતનની વાતો કરનાર રાજ્‍યની ભાજપ સરકારના શાસનમાં બે વર્ષમાં ગેરકાયદેસર કતલ કરવામાં આવેલ ૬૫૨૩૭.૭ કિલો ગૌમાંસનો જથ્‍થો પકડાયેલ છે, ગેરકાયદેસર ગૌવંશની કતલ કરવા માટે કે હેરાફેરી કરતા ૨૨૨૩ ગાય, ૮૦૦ બળદ, ૧૪૮૫ વાછરડા અને ૨૧૯ આખલાને પકડવામાં આવ્‍યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા ૧૩૨ જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૬૫૨૩૭.૭ કિલો ગૌમાંસ પકડાયેલ, ૨૨૩૩ ગાયો પકડાયેલ, ગુન્‍હાહિત કૃત્‍ય બદલ ૧૩૨ આરોપીઓને પકડવાના બાકી છે.

 

(12:13 pm IST)