Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે ડોક્ટરો અને મેડિકલ છાત્રો નેશનલ મેડિકલ કમિશન બિલના વિરોધમાં યોજશે ધરણાં

અમદાવાદ : કેન્દ્ર સરકાર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ કમિશન બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.જ્યારે બીજી તરફ કેટલાક ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે.અને 18 માર્ચે ગાંધી આશ્રમ ખાતે 1 હજાર જેટલા ડોક્ટર અને સ્ટુડન્ડ દ્વારા બિલના વિરોધમાં પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ દ્વારા નેશનલ મેડિકલ કમિશન બિલ હેઠળ લાવવામાં આવેલ એક્ઝિટ એકઝામ અને બ્રીચ કોર્સને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ લોકસભાએ આ બિલ સ્ટેન્ડિંગ કમિટિને રિફર કર્યું છે.મેડિકલ સ્ટુડન્ટનું કહેવું છે કે, આ બિલ જો લાગુ કરાશે તો નેશનલ મેડિકલ કમિશન બિલ હેઠળ બ્રીચ કોર્સ લાવવામાં આવશે.

જેના મતે આર્યુવેદ,યુનાનીના સ્ટુડન્ટ બ્રીચ કોર્સની પરીક્ષા આપી એલોપેથીમાં 9 મહિનામાં એમ.બી.બી.એસ કરી શકશે.જ્યારે એલોપેથી MBBSના વિધાર્થીઓને સાઢા પાંચ વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા બાદ એક્ઝિટ એકઝામ આપવી પડશે.અને ત્યાર બાદ જ તેમને ડિગ્રી સર્ટિફિકેટ મળી શકશે. જેથી સરકારના આ નિર્ણયના વિરોધમાં કેટલાક ડોક્ટર અને સ્ટુડન્ટ આગામી વિરોધ પ્રદર્શન કરશે.  

 

(12:57 am IST)