Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

રાજયમાં પીવાના પાણીના પ્રશ્ને ગાંધીનગરમાં વિજયભાઇ રૂપાણીના અધ્‍યક્ષતામાં ઉચ્‍ચકક્ષાની બેઠક યોજાઇ

ગાંધીનગરઃ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્‍યક્ષ સ્‍થાને રાજયમાં પીવાના પાણી પ્રશ્ને ઉચ્‍ચકક્ષાની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં નર્મદાના પાણી ને લઈને તેમન જ ફતેવાડી કેનાલ મુદ્દે પણ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી છે.સાથે જ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ફતેવાડી કેનાલના મુદ્દે પાણી પુરવઠા મંત્રી અને અધિકારીઓ પાસેથી પરિસ્‍થિતિ અંગેનો તાગ પણ મેળવ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં ઉનાળાની શરૂઆત થઇ ચુકી ત્‍યારે જ રાજયની જીવાદોરી સમાન નર્મદામાં પાણીનો જથ્‍થો પ્રમાણમાં ઓછો હોવાથી ચાલુ વર્ષે પાણીનો પ્રશ્ન ઉભો થવાની શક્‍યતાઓ વધી રહી છે. ફતેવાડી વિસ્‍તારમાં આવેલ કેનાલમાં પાણીનો પ્રશ્ન ઉદભવતા સ્‍થાનિક ખેડૂતોએ વિરોધ દર્શાવ્‍યો હતો.ખેડૂતોના મત પ્રમાણે સરકાર દ્વારા ૧૫ દિવસ સુધી પાણી સિંચાઇ આપવામાં આવે તો કરોડો રૂપિયાનો પાક બચી શકે તેમ છે તેવી વાત જણાવી હતી.

(10:28 pm IST)