Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

વલસાડમાં બોલેરો ચાલકે ૪ બાઇકોને અડફેટે લીધાઃ ૨ વ્‍યક્તિને ગંભીર ઇજા

વલસાડઃ વલસાડમા ગઈકાલે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેના આજે CCTV ફૂટેજ સામે આવ્યા છે. બોલેરોચાલકે પૂરઝડપે વાહન ચલાવી 3 થી 4 બાઈકોને અડફેટે લીધા હતા. ભરબજારમાં ઘટના બનતા દોડધામ મચી ગઇ હતી.

અકસ્માતમાં 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેઓને તાત્કાલિક સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. વલસાડ સિટી પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:42 pm IST)