Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

વડોદરાના કાલાઘોડા સર્કલ નજીક ટ્રાફિક પોલીસે વિદેશી દારૂ ભરેલી વાન ઝડપી : ચાલક ભાગી ગયો

પોલીસે વાન ચાલકનો પીછો કર્યો પરંતુ,તે વિશ્વામિત્રી નદીની કોતરોમાં ભાગી ગયો

વડોદરાના કાલાઘોડા સર્કલ નજીક ટ્રાફિક નિયમનનું પાલન કરાવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસે ઝડપી વિદેશી દારૂ ભરેલી એક વાન ઝડપી લીધી છે

વડોદરાના કાલાઘોડા સર્કલ નજીક ટ્રાફિક નિયમન કરી રહેલી પોલીસે વિદેશી દારૂ ભરેલી એક વાનને ઝડપી પાડી હતી. જોકે પોલીસને જોઈ વાન ચાલક ફરાર થયો હતો. પોલીસે વાનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વાન ચાલકનો પીછો કર્યો હતો.પરંતુ,તે વિશ્વામિત્રી નદીની કોતરોમાં ભાગી ગયો હતો. ટ્રાફિક પોલીસે આ બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસને જાણ કરતાં પોલીસે દારૂ ભરેલી વાન જપ્ત કરી ભાગી છૂટેલા વાન ચાલકની શોધખોળ હાથ ધરી છે 

(12:12 pm IST)