Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

સુરતના વરાછામાં યુવતીને વિદેશ લઇ જવાનું કહી જવેલર્સના માલિકે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

સુરત:ના વરાછા વિસ્તારમાં રહેતા જ્વેલર્સ શોપના માલિકે અગાઉ તેની સોસાયટીમાં રહેતી એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના ઘરે જઈ તેમજ યુવતીને સિંગાપોર અને થાઇલેન્ડ લઈ જઈ લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.જ્વેલર્સ શોપના માલિકે યુવતી પાસે ઉછીના રૂ. લાખ પણ લીધા હતા. પરંતુ બાદમાં વિખવાદ થતાં યુવતીને તરછોડી તેમજ ઉછીના લીધેલા રૂ. લાખ પરત કરવાને બદલે ધાક ધમકી આપતા ભોગ બનનાર યુવતીએ જ્વેલર્સ શોપના માલિક વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા લંબેહનુમાન રોડ ત્રિકમ નગર - રાધાકૃષ્ણ મંદિર ની પાછળ હિરાનગર સોસાયટી પ્લોટ નંબર ૨૮ માં રહેતો મયંક રમેશભાઈ સોની ત્રિકમ નગર માં જ્વેલરી શોપ ધરાવે છે. મયંકે ગત માર્ચ ૨૦૧૭ મા અગાઉ તેની સોસાયટીમાં રહેતી નિર્ભયા ( નામ બદલ્યું છે ) ને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી અવારનવાર તેના ઘરે જઈ તેમજ તેને સિંગાપોર અને થાઈલેન્ડ ફરવા લઈ જાય ત્યાં હોટલની અંદર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.મયંકે પ્રેમ સંબંધ દરમિયાન નિર્ભયા પાસે ઉછીના રૂ. લાખ પણ લીધા હતા.

(5:09 pm IST)