Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ટેકનીકલ અભ્યાસક્રમ ચલાવતી ૭ કોલેજોની ફી યથાવત રાખતી ફી નિયમન સમિતિ

અમદાવાદ, વલ્લભવિદ્યાનગર, ભાવનગર, કરમસદની ઇજાનેરી ફાર્મની અને એમ.બી.એ. કોલેજમાં ફીમાં કોઇ ફેરફાર નથી

રાજકોટ તા. ૩ : ગુજરાત રાજ્ય ફી નીયમન સમિતિ(એફઆર.સી.) ટેકનીકલ અભ્યાસક્રમો દ્વારા ફી બ્લોક વર્ષ ર૦૧૭-૧૮ થી ર૦૧૯-ર૦ સુધીની ફી નિયમન સમિતિ (ટેકનીકલ) ગુજરાત રાજય દ્વારા તા. ૧૧/૧/ર૦૧૮ ના રોજ જાહેર થયેલ ફી બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટ પાસે દાદ માંગેલ હતી. નામદાર ગુજરાત હાઇકોર્ટ દવારા તા. ૧૦/૯/ર૦૧૮ અને તા. ૩૦/૧૦/ર૦૧૮  થયેલ હુકમ મુજબ સમિતિ દ્વારા આ સંસ્થાઓ માટે નવેસરથી સાંભળી અને ફી સુનિશ્ચિત કરવા અર્થે સુનાવણી હાથ ધરવામાં આદેશ કરેલો હતો તે અનુસંધાનમાં ફી નિયમત સમિતિએ સુનાવણી હાથ ધરી અને બધા જ પાસાઓ ચકાસી જોતા હાઇકોર્ટમાં ગયેલ ૧૪ પૈકી ૭ સંસ્થાઓની ફી યથાવત રાખવા અર્થેની જાહેરાત કરેલી છ.ે

ફી નિયમન સમિતિના સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અને ટીચર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિએ ડો. કમલેશ જોશીપુરાએ માહિતી આપતા જણાવ્યું છે કે, ૭ સંસ્થાઓ જેમાં અમદાવાદ, વલ્લભવિદ્યા નગર તેમજ ભાવનગર, કરમસદની એન્જિનીયરીંગ, ફાર્મસી તથા એમ.બી.એ.કોલેજોની ફીમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી.

તલસ્પશી પૃથ્થકરણ અને સંસ્થાઓએ સુનાવણી દરમ્યાન રજુ કરેલ મુદાઓ અને તેના આધાર પુરાવાઓના આધારે સમિતિ દ્વારા નીચે મુજબની ફી જાહેર કરાયેલ છ.ે

સંસ્થાનુ નામ જ્ઞાનમંજરી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ભાવનગર, જી.એચ.પટેલ કોલેજ ઓફ એનજી. એન્ડ ટેકનોલોજી, વિદ્યાનગર એ.ડી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કરમસદ. એ.આર.કોલેજ ઓફ ફાર્મસી એન્ડ જી.એચ.પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી, વિદ્યાનગર,ઇન્દ્રકાકા ઇષ્કોવાલા કોલેજ ઓફ ફાર્મસી વિદ્યાનગર, ભાઇલાલભાઇ એન્ડ ભીખાભાઇ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (એસ.એફ.આઇ.) ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, નિરમા યુનિવર્સિટી, અમાદાવાદ નિરમા ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સાતમા પગારપંચના અમલીકરણ તેમજ નવા અભ્યાસક્રમોની શરૂઆત તથા જી.એસ.ટી. અને નવા સ્ટાફની ભરતીની કારણોસર ફી વધારો આપવા અર્થે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને તે અનુસંધાને સુનાવણીમાં તમામ પાસાઓ ધ્યાન ઉપર લીધા પછી ફી નિયમન સમિતિના અધ્યક્ષ જસ્ટીસ અક્ષય મહેતાના વડ પણ હેઠળની સમિતિએ ફીમાં આંશિક ફેરફાર કરેલ છ.ે

ઉપરોકત ફી જે તે વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ લાગુ પડશે અને વિદ્યાર્થી જયાં સુધી તેનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી નિર્ધારીત રહેશે. ઉપરોકત નિર્ધારિત કરાયેલ ફી માળાખામાં ટયુશન ફી લાયબ્રેરી ફી લેબોરેટરી ફી કોમ્પ્યુટર ફી કોષન મની, જીમખાના ફી ઇન્ટરનેટ યુનિવર્ર્સિટી એફીલેશન ફી સ્પોટર્સ અને રીક્રિએશન અને પર્સનાલીટી ડેવલોપમેન્ટ ફી જેવી અન્ય ફીનો સમાવશે કરી દેવામાં આવેલ જ છે તેથી નિશ્ચિત કરાયેલી ફીની રકમ અને પરીક્ષા તથા એનરોલમેન્ટ ફી સિવાયની કોઇપણ ફી સંસ્થા લઇ શકશે નહી.

જસ્ટીસ-અક્ષય મહેતાના વડપણ હેઠળની ફી રેગ્યુલરીટી કમીટીમાં પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરા, ચાર્ટડ એકાઉન્ટન્ટ જૈનિક વીલ, મેનેજમેન્ટ સંસ્થાના પ્રતિનિધિ ભૂપેન્દ્રભાઇ શાહ તેમજ સભ્ય સચિવ તરીકે ડાયરેકટર ટેકનીકલ એજયુકેશન સુ. શ્રી અવંંતિકા સિંઘ છે અને ઓ.એસ.ડી.તરીકે એમ.એચ. લોહીયા કાર્યરત છે.(૬.૧૮)

(3:54 pm IST)