Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

અમદાવાદ:AMTS બસમાં જ્યોતિષી-તાંત્રિકોનાં હવે તંત્રને દેખાયા પોસ્ટર:કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારાશે

તંત્રએ લાલ આંખ કરતાં રપ૦થી વધુ તાંત્રિક-જ્યોતિષીના પોસ્ટરને બસમાંથી દૂર કરાયા

અમદાવાદ: એએમટીએસ બસની અંદર પોસ્ટર લગાવીને જાહેરાત કરવાનો કોન્ટ્રાકટ કોઇને પણ અપાયો ન હોવા છતાં ખાનગી કોન્ટ્રાકટર દ્વારા સંચાલિત બસની અંદર ઠેર ઠેર બંગાળી તાંત્રિક અને જ્યોતિષીના પોસ્ટર જોવા મળતાં પેસેન્જર્સમાં ભારે રોષ ફેલાયો છે.

 કાલા જાદુ, મૂઠ, વશીકરણ જેવી સાવ વાહિયાત બાબતોને લગતા આવા પોસ્ટર ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (આઇટીએમ) થી એએમટીએસ બસને સુસજ્જ કરવાના દાવા વચ્ચે ખુદ સત્તાવાળાઓ માટે ભારે શરમજનક બન્યા છે, જેના કારણે તંત્રએ લાલ આંખ કરતાં રપ૦થી વધુ તાંત્રિક-જ્યોતિષીના પોસ્ટરને બસમાંથી દૂર કરાયા છે.

 એક તરફ એએમટીએસ બસનો વહીવટ સદંતર ખાડે ગયો છે. દરરોજની રૂ.એક કરોડની ખોટ સંસ્થાને થતી હોઇ દર મહિને સ્ટાફના પગારના નાણાં લેવા ટ્રાન્સપોર્ટ મેનેજરને મ્યુનિસિપલ મુખ્યાલયમાં દોડવું પડે છે.

  બીજી તરફ બસને સમયસર દોડાવવામાં નબળા પુરવાર થયેલા તંત્રના કારણે વધુ ને વધુ પેસેન્જર્સને શટલ રિક્ષાનો સહારો લેેવો પડે છે. આ સંજોગોમાં એએમટીએસની આવક વધારવાની દૃષ્ટિએ પ્રયાસ કરવાના બદલે સત્તાધીશોએ કંડકટર વગરની બસ દોડાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

દિશાહીન માહોલમાં કોન્ટ્રાકટરની બસ જાણે કે તાંત્રિક-જ્યોતિષીઓની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઇ છે. લગભગ તમામ બસમાં કહેવાતા બંગાળી ગુરુના પાંચથી સાત પોસ્ટર નજરે પડતાં પેસેન્જર્સ પણ અકળાઇ ઊઠ્યા છે

 

(1:08 pm IST)