Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

સોમવારથી કોંગ્રેસની ખેડૂત-બેરોજગાર પ્રશ્ને રાજ્યવ્યાપી રેલી ઉત્તર ગુજરાતથી થશે પ્રારંભઃ રાષ્ટ્રીય નેતાઓને અપાયા આમંત્રણ

રાજકોટ, તા. ૩ :. લોકસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ પક્ષ આક્રમક રૂખ અપનાવતી જાય છે. ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીનું પરફોર્મન્સ સારૂ રહ્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસ ભાજપ સરકારને ઘેરવા સોમવારથી રાજ્યવ્યાપી રેલી યોજી ખેડૂત તથા બેરોજગાર પ્રશ્ને પ્રજાની વેદનાને વાચા આપવા પ્રયાસ કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમુક સિનીયર આગેવાનોએ પ્રદેશ સમિતિ સામે બાંયો ચડાવી છે અને ચોક્કસ આગેવાનો દ્વારા સ્થાનિક આગેવાનોની અવગણના અંગે રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીનો સમય મંગાયો છે, ત્યારે બીજી તરફ પ્રદેશ સમિતિએ પણ ભાજપ સામે બાંયો ચડાવી છે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારથી ભાજપની ખેડૂત વિરોધી નિતિ અને બેરોજગારોની હાલાકીને વાચા આપવા ઉત્તર ગુજરાતથી રાજ્યવ્યાપી રેલીનો પ્રારંભ થશે જે સમગ્ર રાજ્યમાં ફરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ખોટકાના કામે દિલ્હી ગયા હતા અને પરત આવી ગયા છે ત્યારે પ્રદેશ સમિતિ ગુજરાતની જનતાના વિવિધ પ્રશ્નોને ઉજાગર કરી ભાજપને ભીડવવાના કામે લાગી છે.(૨-૭)

(11:52 am IST)