Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

હવે EPFO પેંશનરોના આંગણે :મોબાઈલ વાન સેવા શરુ : DLCની કામગીરી કરશે.

રાજ્યના પેંશનરોને વર્ષાન્તે જીવન પ્રમાણની પ્રક્રિયા કરવાની કરશે કામગીરી

અમદાવાદ :EPFO દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરાયો છે, જેમાં EPFO દ્વારા મોબાઈલ વાન સેવા શરુ કરાઈ છે  આ મોબાઇલ વાન જિલ્લા અને ગામડે જઈને DLCની કામગીરી કરશે. આ સેવાનો લાભ વયસ્ક કર્મચારીને ખાસ થશે.અને પેન્શનરો પેન્શનથી વંચિત ન રહી જાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે

 રાજ્યભરમાં 3.92 લાખ પેન્શનર છે અને પેન્શન ચાલુ રાખવા માટે વર્ષના અંતે જીવન પ્રમાણની પ્રકિયા કરવાની હોય છે જેમાંથી 2.88 પેન્શરોએ પ્રકિયા પૂર્ણ કરી છે.ગ્રામ્ય વિસ્તારના રહેતા 1.04 લાખ લોકોએ જીવન પ્રમાણ પત્ર પ્રક્રિયા કરાવી નથી.જેથી આ પ્રકિયા પૂર્ણ થાય અને પેન્શરને પેન્શનથી વંચિત ન રહે તે માટે EPFO દ્વારા મોબાઈલ વાન શુર કરવામાં આવી છે. મોબાઈલ વાનમાં EPFO કર્મચારીઓ હેશે. આણંદ,નડિયાદ,ખેડા ભાવનગર,મહેસાણામા ફરીને પેન્શનરોની DLCની કામગીરી પૂર્ણ કરશે

(8:51 am IST)