Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

હવે ગુમાસ્તા ધારામાં સુધારો :દર વર્ષે લાયસન્સ રીન્યુ કરવામાંથી મુક્તિ: રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય

ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા માટેનો મહત્વપૂર્ણ સૈધ્ધાંતિક નિર્ણય કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે નોધાયેલા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્મયને કારણે રાજ્યમાં વેપાર કરી રહેલા લોકોને ફાયદો થશે. દર વર્ષે રીન્યું કરવામાં આવતા લાયસન્સમાંથી મુક્તિ મળશે.

 રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુમાસ્તા ધારામાં નોધણી કરાવતા વેપારીઓને એક જ ટાઇમ ફી ફરીને નોધણી કરાવાની રહેશે. અને વન ટાઇમ ફી ભરીને લાઇસન્સની પરવાનગી ચાલુ રાખી શકાશે. વેપારીઓને વારંવાર દર વર્ષે લાયસન્સ રીન્યું કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા માટેનો મહત્વપૂર્ણ સૈધ્ધાંતિક નિર્ણય માની શકાય છે.

  રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે નોધાયેલા એકમોમાં ફેરફાર કરાતા સામાન્ય દુકાન દારો અને નાના વેપારીઓને રાહત મળશે.

  અત્રે ઉલ્લેખનીયછે કે વિજયભાઈ રૂપાણી દ્વારા અગાઉ પણ પેટ્રોલ પંપના માલિકોને ગુમાસ્તા ધારામાંથી મુક્તિ આપીને વન ટાઇમ ફી ભરીને લાયસ્નસની પરવાનગી ચાલુ રાખી શકશે તેવો નિર્ણય કર્યો હતો. અને હવે સામાન્ય વેપારીઓ માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે.

(8:04 pm IST)