Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1570 દર્દીઓ રિકવર થયા : નવા 1512 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 14 લોકોના મોત : મૃત્યુઆંક 4018 થયો : કુલ 1,93,938 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,12,769 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 325 કેસ, સુરત જિલ્લામાં 252, વડોદરા 176, રાજકોટ 153, મહેસાણા 74, બનાસકાંઠા 44, ખેડા 42, દાહોદ 35, જામનગર 45, કચ્છ 28, પાટણ 28, પંચમહાલ 22, નવસારી 18, અમરેલી 20 કેસ, નોંધાયા : રાજયમાં હાલ 14,813 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે 1512 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે  જોકે આજે વધુ 1570 દર્દીઓ રિકવર થયા છે

   ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 813 છે. જેમાં 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 1,93,938 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 4018 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68186 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધી 79,63,653 ટેસ્ટ થયા છે. રાજ્યમાં આજની તારીખે 5,29,704 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે.

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1512 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1570 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2, 12,769 થઇ છે જયારે આજે વધુ 1570 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,93,938 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 14 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4018 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 91,15 થયો છે

  અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તો સુરત શહેરમાં બે અને ગ્રામ્યમાં એક મળીને કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ગાંધીનગર, રાજકોટ અને સાબરકાંઠામાં પણ એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. આ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે

 રાજ્યમાં આજે નોંધાયેલા 1512 નવા કેસમા સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 325 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં 252, વડોદરા 176, રાજકોટ 153, મહેસાણા 74, બનાસકાંઠા 44, ખેડા 42, દાહોદ 35, જામનગર 45, કચ્છ 28, પાટણ 28, પંચમહાલ 22, નવસારી 18, અમરેલી 20, સાબરકાંઠા 18, નર્મદા 14, ભાવનગર 18, આણંદ, મહિસાગર, જુનાગઢ અને મહીસાગરમાં 11-11, અરવલ્લીમાં 10, સુરેન્દ્રનગર 5, ગીર સોમનાથમાં 8 કેસ નોંધાયા છે

(8:08 pm IST)