Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

વડોદરા:સાવલી તાલુકામાં માતા સાથે આડો સંબંધ હોવાની આશંકા રાખી પુત્રએ યુવાનને ચપ્પુના ઘા મારી મોતનેઘાટ ઉતારી દીધો

સાવલી:તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં ગઇ રાત્રે ખૂની ખેલ ખેલાયો  હતો. માતા સાથે આડો સંબંધ રાખે છે તેવી આશંકા સાથે પુત્ર અને તેના સાગરીતોએ એક્ટીવા પર જતા એક યુવાનને આંતરી ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા તાલુકાના સીસવા ગામમાં રહેતો જગદીશ ઉફેઁ જગો કાંતિભાઈ ચૌહાણ તેના મિત્ર યોગેશ ઉર્ફે બોડો ચીમનભાઇ ચૌહાણ સાથે ગઇકાલે રાત્રે મંજુસર જીઆઈડીસીમાં થર્મેક્સ કંપનીના ગેટ પાસેથી એક્ટીવા સ્કૂટર લઇને પસાર થતા હતા ત્યારે સામેથી બાઇક પર વડોદરા તાલુકાના ઓમકારપુરા ગામમાં રહેતો પંકજ ભરતભાઈ સોલંકી તેમજ સાવલી તાલુકાના મોટાપુરા ગામમાં રહેતા વિપુલ જીતુભાઈ પરમાર, કલ્પેશ ચંદુભાઈ પરમાર, વિશાલ  છત્રસિંહ પરમાર અને વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો  સંજય ઇશ્વરભાઇ આવ્યા હતાં.

(5:11 pm IST)