Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ગુજરાતના ફીશ એક્ષપોર્ટરોના ૧પ૦૦ કરોડ સ્થગીત થતા આર્થિક કટોકટી

૧પ૦થી વધારે એક્ષપોર્ટરો રપ૦૦૦ બોટ માલીકો ૩,પ૦,૦૦૦ સાગરખેડુઓને રોજગારીની સમસ્યાઃ નિકાસકારોને પ્રોત્સાહીત કરતી સરકારી સ્કીમના ર૦૦ કરોડ થી વધારે નાણાંનો એક રૂપીયો ન મળતા ભારે રોષ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: ગુજરાત ના ૧૬૦૦ કીલો મીટર દરીયા કાંઠા ના એક્ષપોર્ટરો દ્રારા  ચાઈના સહીત ના દેશોમાં ૪૦૦૦ કરોડ થી પણ વધારે મચ્છીનો નિકાસ કરાય છે કોવિંદ – ૧૯ માં આ પ્રકીયામાં મોટી મુશ્કેલી સર્જાતા ૧પ૦ થી વધારે એક્ષપોર્ટરોના કોલ્ડસ્ટોરેજ માં ૭૦૦ થી વધારે કન્ટેનરો ભરાયેલ પડેલ છે તેમજ ૧૦૦૦ કન્ટેનરો રસ્તામાં અથવા ચાઈના બંદરે સ્થગીત થયેલ હોય તેમ પ્રમુખ જગદીશ ફોફંડી એ જણાવેલ હતું જો પરીસ્થીતી આવી રહેશે તો એક્ષપોર્ટ કરતાયુનીટોતેમજ સાગરખેડુઓ ની રોજીરોટી તેમજ સામાજીક સમસ્યા મોટી સર્જાશે.

આ માટે દરીયા કિનારા ના સાંસદો ને  રજુઆત કરી મુખ્ય પ્રધાન પાસે તાત્કાલીક નિવેડો આવે તે માટે રજુઆતો કરાશે.

ગુજરાત ના ૧૬૦૦ કીલો મીટર ના દરીયાકિનારે સાગરખેડુઓ દ્રારા દરીયામાંથી મચ્છી લાવી એક્ષપોર્ટરોને આપે છે તે મચ્છી નિકાસકરાય છે કોવીડ – ૧૯ માં નાણા સમયસર આવતા ન હોય તેથી આર્થિક પરીસ્થીતી ખુબજ નાજુક બનેલ છે.

ઓલ ઈન્ડીયા સી ફુડ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ જગદીશભાઈ ફોફંડી એ જણાવેલ હતું કે ગુજરાત ના દરીયા કિનારે જુદા જુદા શહેરોમાં ૧પ૦ એક્ષપોર્ટ યુનીટ આવેલા છે અને દર વર્ષે એક કરોડ ૩પ    લાખ ટન રૂ.૪૦૦૦ કરોડ થી પણ વધારા ની નિકાસ થાય છે તેમાં   ૬પ ટકા ચાઈના ૩પ ટકા માં યુરોપ સાઉથ ઈસ્ટ,એશીયાય,ગલ્ફના  દેશોમાં મચ્છી મોકલવામાં આવે છે હાલ ની પરીસ્થીતી માં કોવીડ – ૧૯ માં ચાઈના એ સુરક્ષા વધુ મજબુત બનાવેલ છે કન્ટેનરો બંદરે    પહોચયા બાદ (રપ) દિવસે તપાસ થાય છે પાંચ દિવસ પૈસા આવતા તે (પ૦) દિવસે પણ આવતા નથી જેળ્માલ મોકલેલ હોય તે માલ ના  નાણા ની પણ સુરક્ષા નથી ગુજરાત ના દરીયામાંથી રીબીન ફીશ,કોકર ફીશ,પાપલેટ ચાઈના મોટો ખરીદ નાર છે હાલ માં ૭૦૦ કન્ટેનરો     પ્લાન્ટો માં પડેલ છે હાઉસફુલ જેવી પરીસ્થીતી છે નવો માલ ખરીદવામા મુશ્કેલી પડે છે ૧૦૦૦ કન્ટેનરો રસ્તામાં ચાઈનામાં પડેલ છે જેથી૧ર૦૦ થી ૧૩૦૦ કરોડ જેવી રકમ સ્થગીત થયેલ છે.સરકારની એમ.ઈ.આઈ.એસ નિકાસ કરતા યુનીટો ને પ્રોત્સાહીત સ્કીમ ના એપ્રિલ ર૦ર૦ થી નવેમ્બસ ર૦ર૦ સુધી ના ર૦૦ કરોડ થી વધારે રકમ બાકી હોય તેમાંથી એક રૂપીયો પણ મળેલ નથી જેથી     ૧પ૦૦ કરોડ થી વધારે રકમ સ્થગીત થઈ જતા આર્થિક કટોકટી સર્જાયેલ છે.

જગદીશ ફોફંડી એ વધુ માં જણાવેલ હતું આ વર્ષે સીઝન સારી ન હોવાથી માલ પણ આવતો ન હોય ર૦ થી રપ ટકા ભાવો ઓછા છે    તેથી બોટ માલીકો મોટી મુશ્કેલી માં છે ૧૬૦૦ કીલોમીટર દરીયા     કિનારામાં એક્ષપોર્ટ યુનીટ સાથે જોડાયેલા કામદારો રપ૦૦૦ બોટ  સાથે જોડાયેલા ખલાસીઓ દરીયા કિનારે વસતા ૩,પ૦,૦૦૦ થી    વધારે સાગરખેડુઓ ને ગમે ત્યારે રોજીરોટી ની સમસ્યા સર્જાશે       તમામ યુનીટો બંધ કરવા પડે તેવી સ્થીતી નું નિર્માણ થઈ રહયું છે     બેરોજગારી ની સમસ્યા નું ભયાવહ ચિત્ર સામે આવી રહયું છે સામાજીક ક્ષેત્રે નાજુક પરીસ્થીતી થઈ રહી છે ગમે ત્યારે બગડી શકે છે.

 જુનાગઢ જીલ્લા ના સાંસદ રાજેશ ચુડાસમા એ જણાવેલ હતું કે સાગરખેડુઓની આર્થિક સમસ્યાઓ તેમજ ભાવ ધટાડો,બેરોજગારી  માટે કેન્દ્ર માં પ્રધાનો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાત્કાલીક અવગત કરાશે સાગરખેડુઓને કોઈપણ આર્થિક સમસ્યા કે સામાજીકસમસ્યા ન સર્જાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

(12:55 pm IST)
  • સુરતમાં પાલનપુર પાટિયા પાસેના શાકમાર્કેટમાં દબાણ દૂર કરવા ગયેલ કોર્પોરેશનના સ્ટાફ ઉપર હુમલો થયો છે access_time 5:58 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 32,407 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94,95,661 થઇ :એક્ટીવ કેસ 4,28,390 થયા : વધુ 38,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,26,950 રિકવર થયા :વધુ 431 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,090 થયો access_time 12:15 am IST

  • હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓ પી ચૌટાલા ને કોરોના પોઝિટિવ આવતા તેમને દિલ્હી-ગુડગાવની મેંદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 12:04 am IST