Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બેન્ક ઓફ ઇન્ડિયામાં આગ ભભૂકી

શોર્ટ સર્કિટ થતા આગ લાગી: ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં આજે સવારે 8.30 કલાકે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે છે. હાલ આ આગને કારણે કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. હાલ ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

 સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવીને તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેંકમાં (BOI) આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે.

(11:20 am IST)