Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

કેવડીયાના બેંક ખાતામાંથી 5.24 કરોડથી વધુની રકમની ઉચાપત કરનાર કલેકશન એજન્ટ વિરુદ્ધ બેંક મેનેજરની ફરિયાદ નોંધાઈ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવેશ ફી અને પાર્કિંગ ફી ના રૂ. 5.24 કરોડની ઉચાપત બાબતે ખાનગી એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
  પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાની HDFC બેંક ના બ્રાન્ચ મેનેજર દિવ્યેશ મહેતાની ફરિયાદ મુજબ કેવડીયા કોલોનીના ગ્રાહક HDFC બેંક નવરંગપુરા શાખામાં ખાતા ધરાવતા હોઇ અને તેમની કેશ પીકપ થતા ડીપોઝીટની સેવાની જરૂરીયાત માટે બેંકે કલેકશન એજન્ટ તરીકે રાયટર બીઝનેશ સર્વીસ પ્રાઇવેટ લીમીટેડ ની નીમણુક કરેલ જે સેવાને ડોર સ્ટેપ બેંકીંગ સર્વીસીસના નામે કાર્યરત છે. જેના કર્મચારીઓ એ નવેમ્બર ૨૦૧૮ થી માર્ચ ૨૦૨૦ સુધીના સમયમાં ગ્રાહક પાસેથી જુદા જુદા સમયે કુલ રૂ.૫,૨૪,૭૭,૩૭૫/ની રકમ એકઠી કરી ગ્રાહકના બેંક ખાતા માં જમા નહી કરી નાણાની ઉચાપત કરી છેતરપીંડી કરતા કેવડીયા પોલીસે આ એજન્સી કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:51 pm IST)