Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાધનપુર-કંડલા હાઇવે પર હોટલના કમ્પાઉન્ડમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલ બિનવારસી ટ્રકને ઝડપી તપાસ હાથ ધરી

રાધનપુર: શહેરના કંડલા હાઈવે પરથી વિદેશી દારુ ભરેલી ટ્રક પસાર થવાની બાતમી વારાહી અને સાંતલપુર પોલીસને મળતા બન્ને પોલીસે સંયુક્ત વોચ ગોઠવી વારાહી રાધનપુર હાઈવે પર આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી૧૫૧  વિદેશી દારુ ભરેલ ટ્રક પોલીસ દ્વારા બિનવારસી પકડવામાં આવતા પોલીસની કામગીરી બાબતે અનેક તર્ક-વિતર્ક શરુ થવા પામ્યા છે.

જ્યારે ટ્રકની કિ.રૃ.૭ લાખ મળી કુલ ૧૨,૯૪,૩૩૬નો મુદ્દામાલ પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાન પાસીંગની ટ્રક વિદેશી દારૃની ૧૫૧ પેટી લઈને કચ્છ તરફ આવવા ગુજરાતમાં પ્રવેશી ત્યારે રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ ગુજરાતની પોલીસને કેમ ખબર ના પાડી અને છેક પાટણ જિલ્લાના વારાહી નજીક બિનવારસી પકડાઈ. જ્યારે રાધનપુરથી કચ્છ તરફ આવવા નીકળેલી વિદેશી દારુ ભરેલી ટ્રકની બાતમી બે બે પોલીસ સ્ટેશનના અધિકારીઓને મળવા છતાં વિદેશી દારુ ભરેલી ટ્રક હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી મળી આવતા પોલીસની કામગીરી બાબતે લોકોમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.

(6:05 pm IST)