Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વડોદરામાં દારૂની મહેફિલ માણી હોટલમાં જમવા ગયેલ ત્રણ ભાઈઓએ માલિક સાથે ઝઘડો કરતા મામલો બિચક્યો: ત્રણ ભાઈઓની નશાની હાલતમાં ધરપકડ કરવામાં આવી

વડોદરા: શહેરમાં ત્રણ ભાઇઓ દારૃની મહેફિલ માણ્યા પછી આજવારોડ પર ચીકનની હોટલ પર જમવા ગયા હતા. જ્યાં ફરીથી દારૃ પીવા માટે હોટલવાળા પાસે ગ્લાસ માંગતા ઝઘડો થયો હતો. હોટલવાળાએ પોલીસને જાણ કરતા બાપોદ પોલીસે દારૃનો નશો કરેલા ત્રણ ભાઇઓની ધરપકડ કરી ૧૦ લાખની કાર પણ કબ્જે લીધી હતી.

આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં શાકુંતલ બંગ્લોઝમાં રહેતો જય દિપકભાઇ પટેલ ગઇકાલે કારેલીબાગ અમિતનગર સોસાયટીમાં રહેતા માસીના ઘરે આવ્યો હતો. માસીના બે પુત્રો યશ ભરતભાઇ પટેલ અને જય ભરતભાઇ પટેલે દારૃની મહેફિલ માણી હતી. દારૃની મહેફિલ માણ્યા પછી ત્રણેય ભાઇઓ આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવેલી એ-વન ચિકન સેન્ટર નામની હોટલમાં જમવા ગયા હતા. રાત્રે પોણા અગિયાર વાગ્યે હોટલ પર જમવા બેસેલા ત્રણેય ભાઇઓને ફરીથી દારૃ પીવાની ઇચ્છા થતા તેમને હોટલવાળા પાસે ગ્લાસ માંગ્યો હતો. પરંતુ હોટલવાળાએ દારૃ પીવા માટે ગ્લાસ આપવાની ના પાડતા ત્રણેય ભાઇઓએ હોટલવાળા સાથે ઝઘડો કર્યો હતો.

(6:01 pm IST)