Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ધોરાજીના ચિત્રકાર શ્રી પરિમલ વાઘેલાના ચિત્રોનું પ્રદર્શનઃ અમદાવાદમાં ૪ થી ૬ ડિસેં. તથા ગોવામાં ૧૪ થી ૧૯ ડિસેં. દરમિયાન કરાયેલું આયોજન

અમદાવાદઃ ધોરાજીના ચિત્રકાર પરિમલ વાઘેલાના અદ્યતન સ્‍ટીલ લાઇફ ચિત્રોનું પ્રદર્શન તા.૪ થી ૬ ડીસેમ્‍બર ૨૦૧૭ સમયઃ ૧૧ થી ૭ રવિશંકર રાવલ કળા ભવન, અમદાવાદ. તા.૧૪ થી ૧૯ ડીસેમ્‍બર ૨૦૧૭ સમયઃ ૧૦ થી ૭:૩૦ કળા એકેડેમી-ગોવા અમદાવાદ અને ત્‍યાર બાદ ગોવા ખાતે ચિત્રકાર પરિમલ વાઘેલાના અદ્યતન ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવેલ છે. જે ગુજરાત રાજ્‍ય લલિતકલા એકેડેમી દ્વારા પ્રાયોજિત છે.

મોટાભાગે મુંબઇમાં જ ચિત્ર પ્રદર્શનો યોજાતા પરિમલભાઇનું આ ૧૫ અને ૧૬મુ વ્‍યક્‍તિગત ચિત્ર પ્રદર્શન છે અને અમદાવાદમાં તેમનું આ ત્રીજું પ્રદર્શન છે. જેમાં ચાલીસેક ચિત્રો પ્રદર્શિત થશે.

આ પ્રદર્શનની વિશેષતા એ છે કે તેમાં સંપૂર્ણપણે સ્‍ટીલ લાઇફ ચિત્રોજ પ્રદર્શિત થઇ રહ્યા છે જે ભાગ્‍યેજ જોવા મળે છે. આ પ્રદર્શનમાં અંદાજે ચાલીસેક ચિત્રો પ્રદર્શિત થશે. પરિમલ વાઘેલાના મોટા ભાગનાપદાર્થ ચિત્રોમાં દૈનિકપત્રો મુખ્‍ય વિશય તરીકે લેવામાં આવ્‍યો છે, જેની શૈલી હાઇપર રીઅલીઝમ (અતિ વાસ્‍તિવક) છે. જે તેમના ચિત્રોને અન્‍ય પદાર્થ ચિત્રો કરતા અલગ ઓળખ આપે છે અને ચિત્રો જોનારને એક અલગ અનુભૂતિ કરાવે છે. પ્રદર્શિત થનાર ચિત્રોની સાઇઝ ૧૬×૩૦, ૨૪×૩૩ અને ૨૮×૨૪ ઇંચ છે જે ઓઇલ તેમજ એક્રીલીક કલર્સના માધ્‍યમથી કેનવાસ પર તૈયાર કરેલ છે.

મૂળ ધોરાજી જી. રાજકોટના વાતની શ્રી પરિમલભાઇ વ્‍યવસાયે સિવિલ ઇજનેર છે અને સિંચાઇ યોજનામાં પરજ બજાવે છે. તેઓ સંપૂર્ણપણે સ્‍વયંસિક્ષિત ચિત્રકાર છે. ચિત્રકલા પરત્‍વેના બચપણથીજ કુદરીતી લગાવને તેમણે વિકસિત કર્યો છે. જેમાં પ્રસિદ્ધ ઇંગ્‍લીશ ચિત્રકાર ઓલ્‍વીન ક્રાસોનું મહત્‍વનું યોગદાન રહ્‍ુયં છે. તેમના ચિત્રો મુંબઇની પ્રતિષ્‍ઠિત આર્ટ ગેલીરીઓમાં પ્રદર્શિત થાતા રહે છે.

મુંબઇ સ્‍થિત પ્રતિષ્‍ઠિત કળા સંસ્‍થા ‘પ્રફુલ્લા દહાનુંકર આર્ટ ફાઉનડેસન, દ્વારા તેમને વર્ષ ૨૦૧૬ માટે અને ત્‍યાર બાદ વર્ષ ૨૦૧૭ માટે અમદાવાદ સીટી એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

તેઓ જણાવે છે ‘મારે મારી કૃતિઓ વિષે ખાસ કઇ કહેવાનું નથી. તેમાં કોઇ ફિલોસોફી કે સંદેશની અભિવ્‍યક્‍તિ નથી મારા ચિત્રોમાં આકાર, કમ્‍પોઝીસન અને છાયા-પ્રકાશની રચના દ્વારા એક પ્રકારની દ્રશ્‍યમાન રોમાંચકતા નિષ્‍પન્ન થાય છે જે હું આ ચિત્રો દ્વારા દર્શકો સાથે વિસુઅલ કમ્‍પોસીસનનું ઊર્મિશીલ જોડાણ રચવા માંગુ છું.

તેઓના ચિત્રોના ચાહકોમાં, અભિનેતા જેકી શ્રોફ, અજય દેવગન, બિસ્‍લેરી ઇન્‍ટરનેસનલના શ્રી રમેશ ચૌહાણ, પ્રસિદ્ધ ચિત્રકાર સ્‍વ.શ્રીમતી પ્રફુલ્લા દહાનુકાર, વિ.નો સમાવેશ થાય છે.

જાણીતી બ્રાંડ સીલ્લેરીની પાણીની બોટલ ‘વેદીકા'માં જોવા મળતું હિમાલયનું દ્રશ્‍ય તેઓશ્રી દ્વારા બનાવામાં આવ્‍યું છે. જેકી શ્રોફ નિર્મિત ફિલ્‍મ પણ ગ્રહણમાં તેમના ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવેલ.

તેમના ચિત્રો દેસ-વિદેશના કળા સંગ્રહાકોના સંગ્રહમાં સંગ્રહિત થયેલા છે. તેવું શ્રી પરિમલ વાઘેલાની યાદી જણાવે છે વિશેષ વિગત માટે દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

 

(9:06 pm IST)