Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

અમેરિકાની ફોટોગ્રાફર મહિલાના લાખ રૂપિયાના કેમેરાની ઈડરના મહેકર્શવેર મંદિર પાસેથી ચોરી

ઈડરના મહંકાલેશ્વર મંદિર નજીક ટેકરીઓ પર ગુરૃવારે સાંજના સુમારે ફોટોગ્રાફી કરવા ગયેલી હાલ અમેરિકા રહેતી મૂળ અમદાવાદની આર્કીટેક ડીઝાઈનર યુવતિનો રૃપિયા ,૦૫,૦૦૦ની કિંમતનો કેમેરો ચોરાઈ જતાં ચકચાર મચી ગઈ છે. યુવતિ મિત્રો સાથે ઈડર વિસ્તારમાં ફરવા માટે આવી હતી. પોલીસે ઘટના અંગે યુવતિની ફરિયાદ બાદ અજાણ્યા  ઈસમ વિરૃદ્ધ ચોરીની ફરિયાદ નોંધી છે. મળતી વિગતો અનુસાર હાલમાં અમેરિકા ખાતે રહેતી મૂળ અમદાવાદની ઈશા હેમંતભાઈ શુક્લા નામની આર્કીટેક ડીઝાઈનર યુવતિ ગત તા. ૧૦ નવેમ્બરના રોજ અમેરિકાથી આવ્યા બાદ ગત રોજ સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ તથા ઈડર વિસ્તારના પ્રવાસે આવી હતી. યુવતિ સાથે તેના ચારથી પાંચ મિત્રો પણ હતા. દરમ્યાન ગત રોજ સાંજના સુમારે પોળોથી પરત ફરતી વખતે યુવતિ ઈડરના લાલોડા રોડ પર આવેલ મહંકાલેશ્વર મહાદેવ મંદિર નજીક ટેકરીઓ પર ફોટોગ્રાફી કરવા ગઈ હતી.

 

(6:03 pm IST)