Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

માંગરોળના વસરાવી ગામે ભાજપના કાર્યકર્તાઓ પર પથ્થરમારો

મોસાલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, તો બીજી તરફ ઉમેદવારો દ્વારા પોતાનો ચૂંટણી પ્રચાર વધુ વેગવાન બનાવવામાં આવ્યો છે. ત્યારે માંગરોળના વસરાવી ગામે વનમંત્રી વસાવા પહોંચે તે પહેલા ભાજપ કાર્યકરોના કાફલા પર પથ્થરમારો કરાયો હતો. આજે તા. ૧નાં સાંજે કલાકે માંગરોળ તાલુકાના વસરાવી ગામે પાદર ફળિયામાં રહેતા ફકીર ગુણવંત વસાવા કે જેઓ ભાજપના કાર્યકર છે. એમના નિવાસસ્થાને વનમંત્રી ગણપતસિંહ વસાવા અને એમના સમર્થકો પ્રચાર અર્થે ગુ્રપ મીટીંગમાં આવવાના હતા પરંતુ સાંજે -૩૦ કલાકની આસપાસ પાદર ફળિયાનાં ૫૦ થી ૬૦ જેટલા લોકોનાં ટોળાએ  ભાજપના વાહનોના કાફલા ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં વાહનોને નુકસાન થવા પામ્યું છે. બનાવને પગલે માંગરોળના પી.એસ.આઇ. .બી. મોરી પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે પણ ટોળું હતું અને ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરો મારવાનો પ્રયાસ કર્યો હતો.

 

(6:01 pm IST)