Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કોંગ્રેસરની સરકાર આવે તો સેલ્ફ ફાઇનાન્સ ભણતરનું ગ્રાન્ટેડમાં રૂપાંતરઃ ફી ૯પ ટકા જેટલી ઘટશે

કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી ઋચી ગુપ્તાની સ્પષ્ટવાતઃ ફીકસના બદલે ફુલ પગાર અપાશે

અમદાવાદ તા.ર : હરિયાણાના પુર્વ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ભારતના  વિવિધ રાજયોમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી અલગ અલગ વાતો કરે છે. પરંતુ ગુજરાતમાં ભાજચપના રર વર્ષના શાસનનો હિસાબ આપવાના બદલે દુર ભાગી રહયા છે. ગુજરાત સાથે મારે વિશેષ સબંધ છે. ગુજરાત અને ગુજરાતીઓની મહેનત અને ઉદ્યોગ સાહસિકતાને વંદન કરુ છેુ પણ હકિકતમાં ભાજપની જનવિરોધી નિતીના કારણે ગુજરાતની જનતા હેરાન પરેશાન છે. દશ વર્ષના કોંગ્રેસ શાસિત હરિયાણા અને દસ  વર્ષના ભાજપ શાસિત ગુજરાતના ઘણા બધા માપદંડો જોઇએ તો જેમ કે હરિયાણા વ્યકિતદીઠ આવ ક ૧,૩પ,૦૦૦ છે જયારે ગુજરાતમાં વ્યકિત દીઠ આવક ૭પ.૧૧પ રૂપીા છે. ર૦૦૪ થી ર૦૧૦ વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે હરિયાણાએ ર૧.ર ટકા ખર્ચમાં વધારો કર્યો. જયારે ગુજરાતમાં માત્ર ૧૦.પ ટકાનો જ વધારો કરવામાં આવ્યો અને તે પણ આ નાણાં ઉપયોગ શિક્ષણ સિવાય અન્ય જગ્યાએ ખર્ચ કરતા ગુજરાત ર૦ મા ક્રમાકે ધકેલાઇ ગયુ છે. આરોગ્યક્ષેત્રે ગુજરાત પાછળ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ગુજરાતના નાગરિકો માટે શિક્ષણ આરોગ્ય યુવાનોને રોજગાર, ખેડુતોના દેવામાફી સહિત અનેક મુદાઓ પર વિસ્તૃત કામગીરી કરીને ન્યાય આપવા માટે પ્રતિબધ્ધતા જાહેર કરી ચુકયા છીએ. નવ વિકાસ સુચકાંક રાજયનો કંગાળ દેખાવ રાજયના વિકાસનો આધાર બે બાબતો ઉપર હોય છે. આર્થિક વિકાસ એ માનવ વિકાસ, આર્થિક વિકાસમાં તો ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. સાથે સાથે માનવ વિકાસમાં પણ ઘણુ પાછળ રહી ગયું છે.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી પ્રિયંકા ચતુર્વેદીએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ સંબોધન કરીને તેમની સમસ્યાઓ જાણવા મળી, દરેક મહિલા સંવાદમાં મોંઘા શિક્ષણ, મોઘવારી અને સ્વરોજગારી , મહિલા સુરક્ષા સહિત અનેક પ્રશ્નો ઠેરઠેર ઉજાગર થયા ત્યારે કોંગ્રેસ પક્ષ મહિલાઓને ન્યાય માટે અને ખાસ  કરીને તેમના બાળકોને વ્યાજબી ફીમાં શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે પ્રતિબધ્ધ છે.

કોંગ્રેસ પક્ષ વિદ્યાર્થી અને યુવાનો માટે મોટી જાહેરાત કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મંત્રી ઋચી ગુપ્તાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સતામાં આવતાની સાથે જ સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ અને યુનિ.માં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોને સંપુર્ણપણે સરકારી અને  ગ્રાન્ટેડ ધોરણે રૂપાંતર કરશે એટલે કે આ નિર્ણયથી તાત્કાલીક અસરથી વિદ્યાર્થીઓની ફીમાં ૯પ ટકા જેટલો ઘટાડો થશે. જેથી ગુજરાતમાં ૪ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

કોંગ્રેસ પક્ષના નિર્ણયથી માત્ર ગુજરાત યુનિવર્સિટીના ૧.રપ લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે અને જયોર રાજયના ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

 

(11:41 am IST)