Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ચોખ્‍ખા નફામાં ૧૪.૫ ટકાનો વધારો

(કેતન ખત્રી), અમદાવાદઃ ભારતની અગ્રણી સંકલિત સપ્‍લાય ચેઇન અને લોજિસ્‍ટિકસ સોલ્‍યુશન્‍સ પ્રોવાઇડર ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિ.એ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.જેમાં કંપનીની સ્‍ટેન્‍ડઅલોન આવક વળદ્ધિ  ૨૩ ટકા કંપનીના ચોખ્‍ખા નફામાં ૧૪.૫ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.

આ તકે ટીસીઆઈના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી વિનીત અગ્રવાલે જણાવ્‍યું હતું કે કંપનીએ Q2 અને HY FY23 માં સાતત્‍યપૂર્ણ પ્રદર્શન દર્શાવ્‍યું હતું. ઓટોમોબાઇલ અને વપરાશ ક્ષેત્રોમાં વધતી માંગ સાથે મુખ્‍ય બિઝનેસ ફંડામેન્‍ટલ્‍સ પર ફોકસ કરવાથી તમામ બિઝનેસ સેગમેન્‍ટ્‍સ સંતોષકારક ડિલિવરી કરવામાં સક્ષમ બન્‍યા છે. ફુગાવાના દબાણ છતાં પરિણામો ઉત્‍કળષ્‍ઠ રહ્યાં હતા.કંપની તેના વ્‍યાપક મલ્‍ટીમોડલ નેટવર્ક, કસ્‍ટમાઇઝ્‍ડ સર્વિસ ઓફરિંગ, યોગ્‍ય ટેક્રોલોજી અને ઓટોમેશનમાં રોકાણ દ્વારા ઉચ્‍ચ વળદ્ધિના સેગમેન્‍ટ્‍સને ટેપ કરવામાં અલગ સ્‍થાન ધરાવે છે.

(3:35 pm IST)