Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

સુરતના વેસુ વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ : PCR વાનમાં મહિલા હેડ કોન્સ્ટેબલે પરિવારની મદદ કરી

રોડ પર પરિવાર સાથે સૂતેલી બે વર્ષની બાળકીને પસાર થઈ રહેલ ડમ્પર ચાલકે અપહરણ કરી લઈ ગયો: પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી પેટ્રોલિંગ કરી તાત્કાલિક મગદલ્લા રોડ ખાતેથી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો

સુરતના વેસુ વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. રોડ પર પરિવાર સાથે સૂતેલી બે વર્ષની બાળકીને પસાર થઈ રહેલ ડમ્પર ચાલકે અપહરણ કરી લઈ ગયો હતો. બાળકીને ઉપાડી જતા બાજુમાં સુતેલી મોટી બહેન જોઈ જતા પરિવારને જગાડી દીધું હતું. પરિવાર પકડે તે પહેલાં ડમ્પર ચાલક બાળકીને લઈને નાસી ગયો હતો.

  દરમ્યાન પેટ્રોલિંગ કરી રહેલી PCR વાનમાં મહિલા હેડ કોન્સ્ટેબલે પરિવારની મદદ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થઈ જતા પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી પેટ્રોલિંગ કરી તાત્કાલિક મગદલ્લા રોડ ખાતેથી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે ડમ્પર ચાલક ઝડપાય તે પહેલા તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની હાલ માહિતી મળી રહી છે. વેસુ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના વેસુ- સીટી લાઈટ વિસ્તારમાંથી બે વર્ષની બાળકી સાથે શ્રમિક પરિવાર રોડ પર સૂતો હતો. દરમિયાન મોડી રાત્રે પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે રોડ પરથી પસાર થઈ રહેલ ડમ્પર ચાલકે દુષ્કર્મના ઇરાદે બે વર્ષની બાળકીનું અપહરણ કરી ઉપાડી ગયો હતો. નરાધમ બાળકીને ઉપાડી મગદલ્લા નજીકના ખુલ્લી આવવાનું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

ડમ્પર ચાલક બાળકીનું રસ્તા પરથી અપહરણ કરી લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેની બાજુમાં સુઈ રહેલી તેની મોટી બહેનની ઊંઘ ઉડી ગઈ હતી. તેણે તેની નાની બહેનને કોઈ ઉપાડી જતા જોઈ બૂમાબૂમ કરી દીધી હતી અને માતા પિતાને જગાડી દીધા હતા. મજુર- શ્રમિક દંપતીએ પોતાની માસુમ બાળકીને બચાવવા રોડ પર દોડાદોડી કરી હતી. માસુમ દીકરીને ઉપાડી લઈ જનારનો દોડીને પીછો પણ કર્યો હતો. પરંતુ તેના સુધી પહોંચાય તે પહેલા જ નરાધમ બાળકીને લઈને ભાગી ગયો હતો. માસુમ બાળકીનું અપહરણ થઈ જતા પરિવાર પરેશાન બની ગયું હતું અને મોડી રાત્રીએ મદદની આશા માટે અટવાઈ રહ્યું હતું.

 

અપરણ કરી ઉપાડી જનાર ડમ્પર ચાલક પાસેથી માસુમને શોધી પરત મેળવવા માટે પરિવાર મદદની આશા લગાવી રહ્યું હતું. પરિવારે પોલીસને સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું હતું. દરમિયાન વેસુ પોલીસ મથકની પેટ્રોલિંગ કરતી PCR વાન ત્યાંથી પસાર થઈ હતી. PCRમાં પેટ્રોલિંગ કરતા મહિલા હેડ કોન્સ્ટેબલે શ્રમિક પરિવારને સાંભળ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક તેમણે કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ કંટ્રોલરૂમની સતર્કતાને લઇ પોલીસ અપરણ કરાયેલ બાળકી સુધી પહોંચી શકી હતી. મહિલા હેડ કોન્સ્ટેબલની સતર્કતાના કારણે માસુમ બાળકીનો જીવ બચી ગયો હતો.

ઘટનાની જાણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કંટ્રોલરૂમમાં કરાતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોડન કરી લીધો હતો. શ્રમિક પરિવારે જે પ્રકારે વિગત આપી હતી તે મુજબ અને તે દિશામાં પોલીસે માસુમ બાળકીને શોધવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મહિલા કોન્સ્ટેબલની કામગીરીને કારણે નરાધમને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ શરૂ કરતાં સુમસામ વિસ્તારમાં મગદલ્લા કેનાલ રોડ પર બિનવારસી હાલતમાં ડમ્પર રસ્તા પર મળી આવ્યું હતું. જેની પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસને માસુમ બાળકી કેનાલ રોડ પાસેથી મળી આવી હતી. પોલીસે ડમ્પરના ડ્રાઇવરને પણ ત્યાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસની સતર્કતાને કારણે બાળકીનો જીવ બચી ગયો છે. નરાધમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવાની ફિરાકમાં હતો. ઘટનાની ગંભીરતા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આખી રાત તપાસમાં જોતરાયા હતા.

 

(10:17 am IST)