Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

રાજપીપળાથી રામગઢને જોડતો રસ્તો ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલાથી રામગઢને જોડતો રસ્તો બંધ કરી નાગરિકોના અવર જવર તેમજ વાહન વ્યવહાર માટે રોડને ડાયવર્ટ કરી એક વૈકલ્પિક માર્ગ માટે વડીયા જકાતનાકાથી નેત્રંગ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ રોડ બંધ હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તથા જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે હવેથી લોકહિતમાં ઉચ્છલ આવવા-જવા માટે ટ્રાફીક ડાયવર્ઝનના વિકલ્પ તરીકે વડીયા જકાત નાકાથી નેત્રંગ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તા.૦૧/૧૧/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.
  આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

(10:24 pm IST)