Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે ખાસ દિવાળીની થીમ પર ડેકોરેશન કરાયું

એરપોર્ટ પર ચેક ઇન, સિક્યોરિટી હોલ્ડ એરિયા, અરાઈવલ અને બહારના ભાગે સુશોભિત કરાયા

અમદાવાદ :  દિવાળીની ધૂમ ચોતરફ દેખાઈ રહી છે. લોકો પોત પોતાના ઘરને દિવાથી શણગારી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ દિવાળી જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પર દિવાળીને લઈ સ્પેશિયલ થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે.

દિવાળીના તહેવાર નિમિત્તે લોકો પોતાના ઘર, ઓફિસ અને બિલ્ડિંગને રોશનીથી શણગારતા હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટના બહાર તથા અંદરના ભાગે ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીં દેશ-વિદેશના પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે. ત્યારે દિવાળીના તહેવાર પર ખાસ પ્રવાસીઓને આકર્ષવા માટે દિવાળીની થીમ પર શણગારવામાં આવ્યું છે.

દિવાળીની સાથે સાથે ગુજરાતીઓ માટે નવા વર્ષનો પ્રારંભ થાય છે. જ્યારે પ્રવાસીઓને દેશના સૌથી મોટા અને મહત્ત્વના તહેવાર નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટેના ખાસ લાઈટ સાથે આર્ટિસ્ટિક લે આઉટ મુકવામાં આવ્યા છે. જેમાં દિવડા સાથે હંસ કે જે સુંદરતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. ડોમેસ્ટિક એરપોર્ટ પર ચેક ઇન, સિક્યોરિટી હોલ્ડ એરિયા, અરાઈવલ અને બહારના ભાગે સુશોભિત કરવાં આવ્યો છે. આ ઉપરાંત એરપોર્ટના બહારના ભાગે લાઈટ મારફતે ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે

(7:14 pm IST)