Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

લાયન્સ કલબ ઓફ સાણંદ દ્વારા જરૂરીરાતમંદ લોકોને મીઠાઈ અને નમકીનનું વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : દિવાળીનો પ્રકાશપર્વ દરેક ઘરે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાય તેની સાંભળ હંમેશા  લાયન્સ કલબ ઓફ સાણંદએ લીધી છે. તેવા પવિત્ર ઉદ્દેશ્યને આ વર્ષે ચરિતાર્થ કરવા ધન તેરસના શુભ દિને  સાણંદ શહેર વિસ્તારમાં જરૂરિયાતમંદોને,મજૂરી કામ કરતા લોકોને તથા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં  મીઠાઈ અને નમકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં લાયન્સ કલબ ઓફ સાણંદના પ્રમુખ લા.વિપુલભાઇ ઠાકોર, રિઝયન સેક્રેટરી લા. દિલાવરસિંહ વાઘેલા, ઝોન ચેરમેન રમેશસિંહ જાડેજા, લા.ભાનુભાઈ વાઘેલા, લા.રમેશભાઈ મકવાણા, લા.ડૉ. મનુભાઈ, લા.જીગરભાઈ, લા.જયરામભાઈ, લા.રજનીભાઇ પટેલ, લા. રસિકભાઈ ઠાકોર અને લા.પ્રતિકભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર :  ચિરાગ પટેલ - સાણંદ)

(7:02 pm IST)