Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વડોદરામાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારનાર ધો-12ની વિદ્યાર્થિનીની હાલત થઇ ખરાબ:બળાત્કાર ગુજારવામાં આવતા અરેરાટી

વડોદરાઃ  સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારનાર ધોરણ-૧૨ની એક વિદ્યાર્થિનીને તેની આકરી સજા વેઠવાનો વખત આવ્યો છે.ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર યુવકે તેને જબરદસ્તી હોટલમાં લઇ જઇ  બળાત્કાર ગુજારતાં યુવતીએ તેની તેમજ તેને મદદ કરનાર બીજા એક મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

પીડિતાએ પોલીસને કહ્યું છે કે,હું પરીક્ષાની તૈયારી કરતી હતી તે વખતે મારી માતાના મોબાઇલનો ઉપયોગ કરતી હતી.જે દરમિયાન ફેબુ્રઆરી-૨૦૨૧માં મને ઇન્સ્ટાગ્રામ પર આર્યન શિન્દે નામના યુવકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતાં મેં તે સ્વીકારી હતી.ત્યારબાદ બંને વચ્ચે ચેટ પણ થઇ હતી.આર્યને એક વાર મને મળવું છે અને તને જોવી છે તેમ કહેતાં હું તેને મળી હતી.ત્યારબાદ પણ તેની સાથે વાતચીત થતી હતી.

પીડિતાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૬મીએ હું મારી બહેનપણી સાથે કામ અર્થે જૂના પાદરા રોડની હોસ્પિટલમાં ગઇ હતી ત્યારે આર્યનના વારંવાર ફોન આવતા હતા.મેં એકવાર ફોન લેતાં તેણે ક્યાં છે,ક્યાં જાય છે..તેમ કહી મળવાનું કહેતાં મેં હોસ્પિટલમાં કામઅર્થે આવી હોવાનું કહ્યું હતું.જેથી તે બાઇક લઇ આવી ગયો હતો.

 

(6:01 pm IST)