Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ગૃહમંત્રીએ જયારે સ્પર્ધકો સાથે દોટ લગાવી, સુરતની મેરેથોન નિખરી ઉઠી

પોલીસ કમિશનર અજય કુમાર તોમરના નેતૃત્વમાં એસીપી જય કુમાર પાંડિયા, એસીપી આર આર.સરવૈયા ટીમ દ્વારા અદભૂત આયોજનઃ એડી.સીપી પ્રવીણ માલ દ્વારા રાષ્ટ્ર ભકિતના ગીતો ગુંજતા કરાયા હતાઃ ડીસીપી રાહુલ પટેલ વિગેરેનો સહયોગ કાબિલે દાદ

 રાજકોટ તા. ૨, સુરતના યુવાનોને ડ્રગ્સ  જેવા દૂષણોથી દુર રાખી તેમનુ શારીરિક શિષ્ટવય સુદ્રઢ થાય તે માટે બોડી બિલ્ડર સ્પર્ધા બાદ યુવાનોને નજરમાં રાખી તાજેતરમાં સરદાર વલ્લભ ભાઈ પટેલ જન્મ જયંતિ અંતર્ગત એકતા પરેડ સાથે મેરેથોન દોડનું આયોજન કરી, સિનિયર સિટીઝન કે જેની સુરક્ષા પણ અજય કુમાર તોમરની પ્રાયોરિટીમાં છે તેમના માટે ત્રણ કી.મી. ઝડપથી ચાલવાની સ્પર્ધા યોજી હતી. 

 કોરોનાની ગાઈડ લાઈન અંતર્ગત ૪૦૦ સ્પર્ધક જ રખાયેલ, જે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાયેલ, જેમાં ૨૫૦ પુરુષ અને ૧૫૦ મહિલાઓ સામેલ હતી. જેનો પ્રારંભ ફ્લેગ દ્વારા યુવા ગૃહમંત્રી હર્ર્ષ સંઘવી  દ્વારા થયેલ. સ્પર્ધકો સાથે થોડી વાર માટે તેઓ પણ દોડ્યા જેને યુવાનો અને પોલીસ સ્ટાફે વધાવી લીધેલ.  

સ્પર્ધકોની સુરક્ષા અને તેઓને કોઈ શારીરિક મુશ્કેલી ન સર્જાય તે માટે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ફિઝીયોથેરાપીસ્ટ અને તબીબી ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ. સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે એડી.સીપી એવા સેકટર વડા પ્રવીણ માલ દ્વારા રાષ્ટ્રીય ગીતોની રમઝટ બોલાવવામાં આવેલ. વિજેતાઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને દરેક સ્પર્ધકોને ટી શર્ટ આપવામાં આવેલ. સમગ્ર આયોજન માટે એસીપી જય કુમાર પંડીયા ,એસપી આર.આર.સરવૈયા ટીમ સતત કાર્યરત રહેલ. ડીસીપી રાહુલ પટેલ વિગેરેનો પણ સહયોગ મળેલ.

(1:11 pm IST)