Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પાછલી અસરથી ૧૮% GST લાદવાના નિર્ણયથી આઇસક્રીમ પાર્લરો ભારે હાલાકીમાં મુકાયા

જુલાઇ ૨૦૧૭ થી ૧૮ ટકા GST ન લાદવા, ફેરવિચારણા કરવા નાણાં મંત્રાલયને અપીલ : કોરોના પછી માંડ સ્થિર થઇ રહેલા પાર્લરો દેવાળિયા બનશે : ધંધો બંધ કરવાનો વારો આવશે

અમદાવાદ,તા.૨:આઈસક્રીમ સપ્લાય પર જુલાઈ, ૨૦૧૭થી અસરથી ૧૮ ટકાના દરે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ(GST)વસૂલવાના નિર્ણયને પગલે હજારો આઈસક્રીમ પાર્લર ખાસ કરીને મોટાભાગના નાના ડીલર્સ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.કોવિડ-૧૯નો રોગચાળો વકરવાને પગલે લગભગ દોઢ વર્ષથી આઈસક્રીમ બિઝનેસ ભારે હાલાકીનો સામનો કરીને માંડ માંડ સ્થિરત થઈ રહેલા દેશના આઈસક્રીમ મેન્યુફેકચરર્સે, અસરથી૧૮ ટકા GSTનો અમલ કરવાને કારણે મોટાભાગના આઈસક્રીમ ડીલર્સ–પાર્લર દેવાળિયા બને તથા આઈસક્રીમનો ધંધો બંધ કરવાનો વારો તેવી શકયતા છે.આ બાબતને ધ્યાનમાં લઈને૧૮ ટકા GST પૃાદવર્તી અસરથી અમલી નહીં મૂકવા કેન્દ્રના નાણાં મંત્રાલય સમક્ષ કરી છે.

ઈન્ડિયન આઈસક્રીમ મેન્યુફેકચરર્સ એસોસીએશનદ્વારા આઈસક્રીમ ઉપર જુલાઈ, ૨૦૧૭થી૧૮ ટકા GSTનો અમલ કરવા અંગે ફેરવિચારણા કરવા માટે કેન્દ્રના નાણાં મંત્રાલય સમક્ષ લેખિત રજૂઆત કરી છે કે,આઈસક્રીમ પર પૃાદવર્તી અસરથી૧૮ ચટકા GST લાદવાને બદલે આઈસક્રીમ ઉપર૧૮ ટકા GSTનો તા. ૧ ઓકટોબર, ૨૦૨૧થી અમલ કરવા માંગણી કરી છે.આઈસક્રીમ પાર્લર પર૧૮ ટકા GSTનો અમલ કરવા મુદ્દે સ્પષ્ટતા કરવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સને પણ અપીલ કરવામાં આવી છે.જો આઈસક્રીમ પર જુલાઈ, ૨૦૧૭ સુધી ૫ ટકા GST રેટનો અમલ કરવો, ૧૮ટકા GSTનો અસરથી અમલ કરવાનો છે કે ઓકટોબર, ૨૦૨૧થી અમલમાં આવશે તે અંગે સ્પષ્ટતા કરતું નોટિફિકેશન બહાર પાડવા જણાવાયું છે.જો આઈસક્રીમ પાર્લર પર અસરથી૧૮ ટકા GST વસૂલવામાં આવે તો આઈસક્રીમ પાર્લર અને ડીલર્સ(૧૮ટકા– ૫ ટકા)તફાવતના૧૩ટકાના દરે GST ભરવા માટે નોટિસો આપવામાં આવે તેવી દહેશત ફેલાઈ છે.આ પ્રકારે બાકીનો ટેકસ વસૂલવા માટે નોટિસો આપવામાં આવે તો મોટાભાગના આઈસક્રીમ પાર્લર તફાવતના૧૩ ટકાના દરે GST ભરી શકવા માટે સક્ષમ નથી.

જૂના પેમેન્ટમાં ક્રેડિટ કેવી રીતે મેળવવી ? બાકી લેણા પર વ્યાજ ડિમાન્ડ દહેશત

દક્ષિણ ભારતના કેટલાંક આઈસક્રીમ મેન્યુફેકચરર્સને AAR રૂલીંગ અંતર્ગત ૫ ટકા GSTનો લાભ અપાયો છે. આઈસક્રીમ પાર્લર,મેન્યુફેકચરર્સે અત્યાર સુધી ૫ ટકાના દરે GST વસૂલ્યો છે અને જો પ્રાદવર્તી અસરથી૧૮ ટકા GSTનો અમલ કરવામાં આવે તો જુના પેમેન્ટમાં ક્રેડિટ કેવી રીતે મેળવવી તે પ્રશ્ન સર્જાય તેમજ જૂની રકમના બાકી લેણાં દર્શાવી તેના પર વ્યાજની ડીમાન્ડ કાઢવામાં આવે તેવી દહેશત છે.ઓકટોબર, ૨૦૨૧થી૧૮ ટકા GST લાદવામાં આવે તો તેના આઈસક્રીમ ઉત્પાદકો,પાર્લર ક્રેડિટ મજરે મેળવી શકે તેમ હોવાથી તે સામે કોઈ આઈસક્રીમ ઉદ્યોગને કોઈ વાંધો કે વિરોધ નથી.

(10:53 am IST)