Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

૨૦૨૧ની ધનતેરસની દર્શાવતી રૂ.૫૦૦ની ૪ ચલણી નોટનો સંગ્રહ

વડોદરાના એન્ટિક કલેકટર પાસે હેરિટેજ સાથે ચલણી નોટોના સેલિબ્રિટિ બ્રર્થ ડે કલેકશનનો પણ વિશિષ્ટ સંગ્રહ : ચારેય નોટોનો પ્રથમ આંક વર્તમાન વર્ષ ૨૦૨૧ અને પાછળના ૬ આંકડાને તેરસ સાથે સાંકળ્યા છે : નોટોનો સંપૂર્ણ સંગ્રહ વર્ષ ૨૦૨૧ની ધનતેરસને દર્શાવે છે

વડોદરા,તા. ૨ : સંસ્કારી નગરીના એન્ટિક હેરિટેજ ચીજવસ્તુઓના સંગ્રાહક તેજપાલ શાહ પાસે વર્ષ ૨૦૨૧ની ધનતેરસની દર્શાવતી રૂ. ૫૦૦ની ચાર ચલણી નોટોનો અનોખો સંગ્રહ છે. ચારેય નોટની નંબર પનેલ પ્રથમ આંકડા અર્થાત્ પ્રિફીક્ષ ૨,૦,૨,૧ અને છેલ્લાં ૬ અંક ૦૦૦૦૧૩ એક સરખા છે.

શહેરના એન્ટિક કલેકશનનો આગવો શોખ ધરાવતા તેજપાલ રમણલાલ શાહ પાસે રૂ.૫૦૦ની ચાર રસપ્રદ ચલણી નોટોનો સંગ્રહ છે. ચારેય નોટોના શરૂઆતની નંબર પેનલનો પ્રથમ આંકડા પ્રિફીક્ષ અલગ–અલગ છે. રૂ.૫૦૦ની ચારેય ચલણી નોટોના પાછળના ૬ આંકડા એક સરખા છે. સંગ્રાહક તેજપાલ રમણલાલ પાસે ૨એમકે ૦૦૦૦૧૩, ૨એચએચ ૦૦૦૦૧૩, ઓએચઇ ૦૦૦૦૧૩ અને ૧જીકયુ ૦૦૦૦૧૩ નંબરની રૂ.૫૦૦ની ચલણી નોટો છે.

આ કલેકશન અંગે વધુ માહિતી આપતાં તેજપાલ રમણલાલ શાહે જણાવ્યું હતું કે, એન્ટિક ચિજવસ્તુઓના હેરિટેજ કલેકશન સાથે ચલણી નોટોનું સેલિબ્રિટિ બર્થ–ડે કલેકશન પણ મારી પાસે છે. ચલણી નોટોના નંબર પેનલમાં પ્રથમ આંકડો પ્રિફીક્ષ કહેવાય  છે. જે રૂપે ૨,૦,૨,૧ છે. ત્યારબાદના બે અંગે્રજી અક્ષરોને સિરિઝ  કહેવાય છે. ધનતેરસ નિમિત્ત્।ે મારી પાસે રૂ.૫૦૦ની ચાર ચલણી નોટોનો વિશેષ સંગ્રહ છે. ચલણી નોટ એટલે ધન અને ધન લક્ષ્મી ઉજાગર કરે છે. મારી પાસેની ચારેય નોટોનો પ્રથમ આંકડા ૨,૦,૨,૧ અને પાછળના ૬ આંકડા ૦૦૦૦૧૩ છે. ચારેય ચલણી નોટોનો પ્રથમ આંક વર્તમાન વર્ષ ૨૦૨૧ અને પાછળના ૬ આંકડાને હું તેરસ સાથે સાંકળું છે. રૂ.૫૦૦ની ચાર ચલણી નોટોનો સંપૂર્ણ સંગ્રહ વર્ષ ૨૦૨૧ની ધનતેરસને દર્શાવે છે. આ કલેકટર પાસે બીજી અનેક નોટોનું પણ કલેકશન છે. શહેરમાં આ પ્રકારના કલેકટરો ઓછા પ્રમાણ હોય તેવું અનુમાન છે.

(10:53 am IST)