Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ધરમપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો

છ બેઠકો બિનહરીફ થઇ અને 10 બેઠકોમાં ભાજપના ઉમેદવારો વિજેતા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં ખેડૂત મત વિભાગ, વેપારી મત વિભાગ અને ખરિદ વેચાણ મંડળી મત વિભાગની ચૂંટણીના આજે 1લી નવેમ્બરન રોજ જાહેર થયેલા પરિણામમાં ભાજપના 16 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. તેમાં 6 બેઠક બિનહરીફ થઇ હતી. તો 10 બેઠકો પર ઉમેદવારો વિજયી થયા હતા. તેમાંય ખેડૂત મત વિભાગની 10 બેઠકો પર ઉમેદવારો ચૂંટાઇને આવ્યા છે.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીના આજે સોમવારે પરિણામ જાહેર થયા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં વેપાર મત વિભાગમાંથી 4 ઉમેદવારો બિન હરીફ, સહકારી ખરીદ-વેચાણ મંડળી મત વિભાગમાંથી 2 ઉમદેવારો બિન હરીફ અને ખેડૂત મત વિભાગમાં 10 ઉમેદવારો ચૂંટાઇને આવ્યા છે. આમ કુલ 6 ઉમેદવારો બિન હરીફ અને 10 ઉમેદવારો વીજેતા બન્યા છે.

ધરમપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભારતીય જનતા પાર્ટીને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે તે બદલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બિનહરિફ તેમજ ચૂંટાયેલા તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, છેલ્લા સવા વર્ષમાં ગુજરાતમાં યોજાયેલી 100 જેટલી સહકારી સંસ્થાઓની ચુંટણીમાં એકાદ બે ચૂંટણીઓને બાદ કરતા તમામ ઉપર વડાપ્રધાન નરેન્દ્દ ભાઈ મોદી અને સહકાર અને ગૃહ મંત્રી અમીતભાઈ શાહની વિચારધારાને ગુજરાતે સ્વીકારી અને વિજય અપાવ્યો છે .

(10:46 pm IST)