Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

યુવક પાસેથી ફોન અને ત્રણ હજાર રોકડા છીનવી લીધા

પ્રેમિકાએ પ્રેમીને ઘરે એકલો મળવા બોલાવ્યો હતો : ઘરમાં આવી ગયેલા શખ્સોએ કહ્યું કે તું અમારી બહેન હિના સાથે જબરજસ્તી કરી રહ્યો હતો, અમે તારા પર કેસ કરીશું

ગાંધીનગર, તા. : સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ પ્રકરણ અને છેતરપિંડીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી વધુ એક ઘટના ગાંધીનગરના વાવોલમાં બની છે કે જ્યાં યુવતીને પ્રેમ પ્રકરણમાં એકલી મળવા બોલાવીને છેતરપિંડી આચરવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે અમદાવાદના વેજલપુરમાં રહેતા એને ડેરી ચલાવતા મહેન્દ્રસિંહ ગોપાલસિંહ સીસોદિયાની ઈન્સ્ટાગ્રામ દ્વારા એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા થયા બાદ બન્ને વચ્ચેનું અંદર ઘટતા એક બીજાનો નંબર શેર કર્યો હતો. પછી ઈન્સ્ટાગ્રામ દ્વારા ઓળખ થયેલી હિનાએ મહેન્દ્રસિંહને વાવોલમાં મળવા માટે બોલાવ્યો હતો.

હિનાએ મહેન્દ્રસિહને ગાંધીનગરમાં આવેલા વાવોલના સ્વર્ણિમ પેરેડાઈઝ સોસાયટીમાં મળવા માટે બોલાવ્યો હતો. યુવતીએ એકલામાં મળવા બોલાવ્યો હોવાનું જાણીને મહેન્દ્રસિંહ ૨૫ ઓક્ટોબરના રોજ હિનાને મળવા માટે પહોંચી ગયો હતો. પહેલા પણ બન્ને મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

પરંતુ ૨૫મી ઓક્ટોબરે યુવક એકલી રહેતી હિનાને મળવા ગયો ત્યાર બાદ બન્ને ઘરમાં એકલા બેઠા હતા. છોકરીએ સામેથી મળવા બોલાવ્યો અને પણ એકલતામાં બધા સપના જોઈને પહોંચેલા મહેન્દ્રસિંહને ખબર નહોતી કે હિના મોટો દાવ રમી જશે. મહેન્દ્રસિંહ હિના સાથે ઘરમાં બેઠો હતો ત્યારે બહારથી કોઈએ દરવાજો ખખડાવ્યો હતો.

પછી હિનાએ મહેન્દ્રસિંહને કહ્યું કે ઘરમાં ક્યાંક છૂપાઈ જાવ હું જોઉં છું. પછી રૂમમાં ઘૂસેલા વ્યક્તિઓએ મહેન્દ્રસિંહને શોધીને કહ્યું કે તું અહીં શું કરી રહ્યો છું અને પછી પટ્ટાથી માર મારવાનું શરુ કર્યું હતું. બે શખ્સોએ મહેન્દ્રસિંહને માર માર્યા બાદ તેની પાસેથી મોબાઈલ ફોન અને ત્રણ હજાર રૂપિયા રોકડા છીનવી લીધા હતા.

ઘરમાં આવી ગયેલા શખ્સોએ કહ્યું કે તું અમારી બહેન હિના સાથે જબરજસ્તી કરી રહ્યો હતો, અમે તારા પર કેસ કરીશું. અને જો ફરિયાદ ના થવા દેવી હોય તો પાંચ લાખ રૂપિયા આપી દે.

 છોકરીને એકલામાં મળવા પહોંચેલા મહેન્દ્રસિંહને મોડો ખ્યાલ આવ્યો કે પોતે ભરાઈ ગયો છે. જ્યારે ૨૮મી તારીખે ઘરમાં ઘૂસી આવેલા શખ્સોએ મહેન્દ્રસિંહને કોર્ટમાં લઈ જવાના બહાને ૨૮મી ઓક્ટોબરે ઘરમાંથી બહાર કાઢ્યો ત્યારે તક મળતા મહેન્દ્રસિંહ ત્યાંથી ભાગી ગયો હતો. ભાગવામાં સફળ થયેલો મહેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચી ગયો હતો અને પોતાની સાથે બનેલી ઘટના વિશે પરિવારને જાણ કરી હતી. પછી પોતાની સાથે બનેલી ઘટના અંગે મહેન્દ્રસિંહે હિના અને વિક્રમસિંહ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.

કેસમાં એવી પણ વિગતો સામે આવી રહી છે કે, મહેન્દ્રસિંહને ડરાવનારો વિક્રમસિંહ નામનો વ્યક્તિ પોતે પોલીસમાં હોવાનું પણ કહેતો હતો. સમગ્ર ઘટના અંગે મહેન્દ્રસિંહે સેક્ટર- પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. હવે હિના અને વિક્રમસિંહની ટોળકી લોકોને ફસાવવા માટે પ્રકારના કાવત્રા કરતા હતા કે ખરેખર વિક્રમસિંહ અને હિના ભાઈ બહેન હતા તે પોલીસ તપાસમાં જાણવા મળશે. પોલીસે આરોપીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

(9:32 pm IST)